________________
રીઢે ચાર પણ શાહુકાર બની શકે છે. તેમ જ નિર્દયી હત્યારે ધર્માત્મા કે સંત બની શકે છે. આને માટે સાચી જરૂર છે પ્રાયશ્ચિત્તના સર્વ પ્રકારોને યથાર્થ રીતે સમજીને આચરવાની. પ્રાયશ્ચિત્તના પ્રથમ ભેદ વિશે આગળના પ્રકરણમાં વિચાર કર્યો. હવે બીજા ભેદોનું વિવેચન કરીશું.
પ્રતિક્રમણહું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણહ પ્રાયશ્ચિત્તને અર્થ છે કે એવું પ્રાયશ્ચિત્ત, જે માત્ર પ્રતિક્રમણ કરવાથી જ ભરપાઈ થઈ જાય, એવું પ્રાયશ્ચિત્ત કે પ્રતિકમણ કરવાથી જ દષમુક્તિ મળે અને શુદ્ધતા પમાય. આને પ્રતિકમણાહ પ્રાયશ્ચિત્ત કહે છે. પ્રતિક્રમણ શબ્દથી તે તમે બધા જેન હોવાથી પરિચિત છે, પણ પ્રતિકમણને અર્થ એ નથી કે કેટલાક પાઠ ધડાધડ બોલી નાખ્યા કે સાંભળી લીધા અને વગર સમજે-વિચાર્યું માત્ર દેખાદેખીથી જે “
મિચ્છામિ દુક્કડમ' કહેતા જવું. આ પ્રકારે કરેલું પ્રતિક્રમણ એ પ્રતિક્રમણના ઉદ્દેશને સાર્થક કરતું નથી. આમ કરવાથી તે આ ક્રિયા માત્ર યંત્રવત્ બની જાય છે. અર્થ, ભાવ, ઉદ્દેશ અને પ્રજનની બાબતમાં શૂન્ય હોય તેવી પ્રતિક્રમણ ક્રિયા યોગ્ય રીતે જીવનને પવિત્ર બનાવી શકતી નથી. આવું યંત્રવત્ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તની ઉદ્દેશપૂતિ નથી કરી શતું. માટે પ્રતિક્રમણના અર્થને પ્રાયશ્ચિત્તના સંદર્ભમાં સમજીને, તેની ભાવનાને અનુરૂપ પ્રતિક્રમણ કરવાથી સફળતા મળે.
શુભયોગમાં પુનરાગમન ( પ્રતિકમણને શબ્દશઃ અર્થ થાય છે “પાછા ફરવું. પ્રશ્ન એ છે કે જ્યાંથી અને કેવી રીતે પાછા ફરવું ? આથી પ્રતિકમણનો સ્પષ્ટ અર્થ કરવામાં આવ્યું કે “પ્રમાદને કારણે શુભ યેગમાંથી અશુભ યોગમાં ગયેલા આત્માને પુનઃ શુભ યુગમાં પહોંચવાને પ્રતિક્રમણ કહે છે. તે અર્થને દ્યોતક એક લેક પણ છે–
- 65 ઓ.–૫
હા પસ્તાવો! વિપુલ ઝરણું