________________
ત્રણ હા પસ્તાવે! વિપુલ ઝરણું
જીવનસાધનાના પથમાં પાપની પરિણતિ આત્માને ભારે બનાવે છે, તેના પર અનંત-અનંત કર્મોના પરમાણુ ચુંટી જાય છે. અને તમે જાણે છે તેમ ભારે વસ્તુ નીચે પડે છે. કર્મથી ભારે બનેલો આત્મા પણ નીચે ગતિ કરે છે. જે પાપકર્મોને લીધે ભારે થયેલ આત્માને પ્રાયશ્ચિત્તતપરૂપી અમૃતનું પાન કરાવવામાં આવે છે તે જરૂર શુદ્ધ થઈને ઊર્ધ્વગમન કરી શકે છે. ઊર્ધ્વગમન તે આત્માને સ્વભાવ જ છે, પરંતુ તેના પર કર્મોને જાડા થર લાગવાથી તે વજનદાર બનતાં અાગમન કરે છે. જે આત્મા પર જામેલા કર્મોના થરને પ્રાયશ્ચિત્ત-તપથી દૂર કરવામાં આવે તે આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ શકે છે, પ્રાયશ્ચિત્ત તપમાં એવી શક્તિ છે. કે એના દ્વારા ગમે તે પાપી પુણ્યાત્મા બની શકે છે. અને ગમે તે
64 ઓજસ દીઠાં આત્મબળનાં