________________
પાપવિનાશિની આલોચના વાસ્તવમાં આલેચના તો સ્વયંસ્કુરિત હોય છે અને એને જન્મ વ્યક્તિના મનમાં જ થાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ સ્વતઃ કુરિત થઈને પોતાના મનમાં આવેલા દુવિચારે અને ખરાબ ચેષ્ટાએની આલોચના પોતે જ કરીને પશ્ચાત્તાપની પાવનગંગામાં પિતાનાં બધાં પાપોને ધોઈ નાખ્યાં હતાં. પરંતુ સમાજની સુવ્યવસ્થા માટે, સમસ્ત અપરાધીઓને શુદ્ધિ માટે પ્રેરણા મળે એટલે ગુરુ, સમાજ, અથવા તે સમાજના અગ્રણીએ કે વડીલે સામે પોતાના દોષને ખુલ્લા દિલથી એકરાર કરીને તથા પ્રાયશ્ચિત્ત સ્વીકારીને શુદ્ધ થવાની પદ્ધતિ અપનાવવી વધારે શ્રેયસ્કર છે.
ખ્રિસ્તી ધર્મમાં દેવળમાં જઈને ધર્મગુરુ સામે પોતાનાં પાપોનો સ્વીકાર કરવા(Confession of sin)ની પદ્ધતિ પ્રચલિત છે.
વાસ્તવમાં આલોચનાને યોગ્ય પ્રાયશ્ચિત્ત બધાં જ પ્રાયશ્ચિત્તોને નિચેડ છે. આથી આલોચનાતું પ્રાયશ્ચિત્ત દ્વારા જે જીવનની શુદ્ધિ કરે તે પરમપદના ભાગી થશે. સ્થાન : જૈનભવન, બીકાનેર ૪ ઑગસ્ટ, ૧૯૪૮
63
આલોચના જીવનનું અમૃત