________________
પાસે જઈને આલેચના લઈને તથા તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તેને સ્વીકારીને શુદ્ધ અને નિઃશલ્ય થઈ જવાનો નિશ્ચય કર્યો. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રની પાસે જઈને રાજા કુમારપાળે પિતાના અપરાધનું અથથી ઇતિ સુધી વર્ણન કર્યું અને તેમને પ્રાયશ્ચિત્ત આપવા કહ્યું.
આચાર્યે કહ્યું, “આનું પ્રાયશ્ચિત્ત ઘણું મોટું છે” “ગુરુદેવ! આપ જે પણ પ્રાયશ્ચિત્ત આપશો તે લેવા માટે હું તૈયાર છું.” રાજા કુમારપાળે કહ્યું.
આચાયે કહ્યું, “જો તમે તૈયાર છો તે સાંભળે. જે દાંતથી તમે આ ઘેવર ખાધું છે, એને પથ્થરથી તેડી નાખે.”
અનન્ય શ્રદ્ધાવાન કુમારપાળ રાજાએ કશુંય વિચાર્યા વિના તે તરત જ પાસે પડેલે એક પથ્થર ઉપાડયો અને દાંત તેડવા તત્પર થયા.
આચાર્યો અધવચ્ચે જ એને રોકતાં કહ્યું, “જરા રોકાઈ જાઓ,
કુમારપાળ.”
કુમારપાળે પૂછ્યું, “શા માટે ગુરુદેવ !” આચાર્યું કહ્યું, “બસ, તમારું પ્રાયશ્ચિત્ત પૂરું થઈ ગયું.”
કેવી રીતે થઈ ગયું, ગુરુદેવ, મેં તે હજી દાંત તેડયા જ નથી.”
આચાર્યે કહ્યું, “હા. થઈ ગયું. સાંભળે. જે દાંતથી તમે માંસ ચાવવાની ભાવના કરી હતી, એના પ્રાયશ્ચિત્ત રૂપે એ દાંત તેડવા તૈયાર થઈ ગયા, આથી તમારી આ શુદ્ધ ભાવનાથી જ પ્રાયશ્ચિત્તનું કામ પૂર્ણ થઈ ગયું”
આમ ગુરુ સમક્ષ નિષ્કપટ ભાવથી આલેચના કરવી અને પિતાના અપરાધને પ્રગટ કરવા એ સહેલું કામ નથી. કુમારપાળ રાજા સાચી આચના અને પ્રાયશ્ચિત્તથી તત્કાળ શુદ્ધ થઈ ગયા. તેમના હદયમાં ખૂચતે કાંટે નીકળી ગયો.
62 ઓજસ દીઠાં આત્મબળનાં