________________
જોઈએ કે તે શિષ્ય દ્વારા થયેલી ઓલોચનાને મનમાં ગુપ્ત રાખી શકે. આથી આચાર્યના ગુણોમાં એક “અકથનીય ગુણ પણ દર્શાવ્યું છે. આને અર્થ છે, “કેઈના દ્વારા પિતાના અપરાધની કરાયેલી આલોચનાની વાત ન કહેનાર.”
નિષ્કપટ આલોચના ગુજરાતના ઈતિહાસમાં કુમારપાળ નામને પ્રસિદ્ધ રાજવી થઈ ગયે. તે પરમશૈવ હોવા છતાં કલિકાલ–સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિના ઉપદેશથી જૈનધર્મના આચાર-વિચારો પ્રત્યે શ્રદ્ધાવાન અને ' અનુરાગી થયો. ભગવાન મહાવીરના યુગમાં જે કામ રાજા શ્રેણિક કરી શક્યો નહીં તે આચાર્ય હેમચંદ્રની ઉપસ્થિતિમાં કુમારપાળ રાજાએ કરી બતાવ્યું. તેણે પોતાના રાજ્યના અઢાર પ્રદેશોમાં સર્વત્ર “અમારિપટહ” ની ઘોષણા કરાવીને જીવહત્યા બંધ કરાવી દીધી. અહિંસાને આટલે ભવ્ય પ્રચાર કુમારપાળ રાજા આચાર્યશ્રીની પ્રેરણાથી જ કરી શક્યો. આવા અહિંસાના મહાન ઉપાસક કુમારપાળ રાજા પૂર્ણ પણે શાકાહારી બની ગયો હતે. " એક દિવસ ભજન કરતી વખતે તે ઘેવર ખાઈ રહ્યો હતો, ઘેવરને દાંતથી તેડતી વખતે તેના મનમાં આ વિચાર આવ્યું, “માંસાહારને ત્યાગ કર્યા પહેલાં જ્યારે હું માંસ ખાતે હતા ત્યારે આવું કરકરું માંસ ખાતે રહેતે.”
આવા કુવિચાર પછી તરત જ બીજી ક્ષણે તેના મનમાં સુવિચારનું કિરણ ચમક્યું. એણે વિચાર્યું, જે વસ્તુથી કુત્સિતભાવ જાગે તેને ત્યાગ કરવો જ ઉચિત છે. હું એ ખાઈશ નહીં તે ખરાબ ભાવ પણ પિદા નહીં થાય. આથી આજથી ઘેવર ખાવાનું સંપૂર્ણ રીતે છેડી દઉં છું. બસ પછી શું? કુમારપાળ રાજાએ એ જ સમયે ઘેવર ખાવાનું સદાને માટે છોડી દીધું. . આમ છતાં સરળ હૃદયના કુમારપાળના મનમાં હજી પણ આ કુવિચાર કાંટાની જેમ ખૂંચતું હતું. તેને દૂર કરવા માટે ગુરુની
61 આચના : જીવનનું અમૃત