________________
આછા પ્રાયશ્ચિત્તથી છુટકારો થાય છે, જ્યારે બીજો સાધક દંભી તે કપટી છે એટલે તેણે ખમણું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે.
કપટ અને દંભ એ એવું વિષ છે જે આલેાચનાના અમૃતને પણ ઝેરયુકત બનાવે છે. કાઈ રાગી ને ચિકિત્સક સમક્ષ જૂહુ' એલે, તેની આગળ રાગનું સાચું વર્ણન કરે નહીં અને ચિકિત્સકે પૂછેલા પ્રશ્નોના જવાબ આપે નહીં તે તેનાથી ચિકિત્સકને કઈ હાનિ થતી નથી, બલ્કે તેને તે આર્થિક લાભ છે, કારણ કે રેગીના રાગ તે વધતા જશે. જોકે કોઈપણ હુમ અને પ્રામાણિક ચિકિત્સકને આવું કરવું પસંદ નહીં પડે, પણ ગીની છળવૃત્તિ જ એના રાગને વધારશે, ચિકિત્સકની ફી અને દવાના ખર્ચ પણ વધશે.
વકીલને છેતરીને કોઈ અસીલ મુક્ત્રમામાં સફળતા પ્રાપ્ત કરો શકતા નથી અને અધ્યાપકને છેતરીને કાઈ વિદ્યાથી આગળ વધી શકતા નથી. દાયણથી પેટ સંતાડીને શુ` કેાઈ ગર્ભવતી સ્ત્રી સુખ મેળવી શકે ?
વ્યાવહારિક જીવનમાં છલ-કપટ અને દંભ ખૂબ મુશ્કેલીએ સર્જે છે, ત્યારે આધ્યાત્મિક જીવનમાં તે એ વધુ મુશ્કેલી કેમ ન ઊભી કરી શકે? જૈન ધર્મમાં સાધનાના ક્ષેત્રમાં માયાને કાઈ સ્થાન નથી. સાધુ હાય કે ગૃહસ્થ, પણ અંતેના જીવનમાં, સાધનામાં અને આત્મવિકાસમાં માયા અવરાધ લાવે છે. માયાવી માણસને અહીં મિથ્યાષ્ટિ કહ્યો છે. વક્રતા, દંભ અને છલનાને કારણે તે સચ્ચાઈ (સમ્યકત્વ) પામી શકતા નથી. આ સાધનાનું પ્રથમ સેાપાન છે. ભગવાન મહાવીરે ‘કૃતાંગસૂત્ર” માં સ્પષ્ટ કહ્યુ છે—
" जइ विय नगिणे किसे चरे, जइ विय भुजिय मासम तसो । जे इह मायाई मिज्जइ आगता માય તો ”
“સાધનાના ક્ષેત્રમાં જે પ્રગતિશીલ સાધક તમામ વસ્તુ પરિત્યાગ કરીને નગ્ન રહે છે, વર્ષાં સુધી તપશ્ચર્યા કરીને શરીરનાં લેાહી-માંસ
58
એજિસ દીઠાં આત્મબળનાં