________________
સૂકવી નાખે છે, મહિનાઓ સુધી નિરાહાર રહીને શરીરને કૃશ કરે છે. આટલી બધી સાધના પછી પણ જેણે માયાની ગાંઠ નથી છડી તેને તે અનંતવાર ગર્ભમાં આવવું પડશે ને જન્મમરણના ફેરા. કરવા પડશે.”
સ્વચ્છ દર્પણ સમું હૃદય દંભવૃત્તિ સાધુજીવનમાં જ નહીં પણ સામાજિક જીવનમાં ય અશાંતિ પેદા કરે છે. એક વિચારકે કપટી માનવીને કબરની ઉપમા આપી છે. કબર ઉપરથી ઢાંકેલી રહે છે. જેનારને એ પવિત્ર ભૂમિ લાગે છે, પરંતુ તેને થોડી ખેદીને જોઈશું તે તેની ભીતરમાં ગળી ગયેલાં-સડી ગયેલાં હાડકાં અને દુર્ગંધ મારતી માટી જ મળશે. એ રીતે કપટીના હૃદયની ભીતરમાં મલિન, દગાખેર, દુર્ભાવનાની માટી અને વકતાનાં હાડકાં જ મળશે.
એ સાચું છે કે હૃદયની પવિત્રતા, સરળતા અને નિષ્કપટતા વિના સઘળી સાધના નિમ્પ્રાણ છે. આવી કૂડ-કપટયુક્ત આલેચનાનું અમૃત પણ તે સાધનાને સજીવ અને સફળ બનાવી શકતું નથી. - સાધનાના ક્ષેત્રમાં આટલાં આગળ વધેલાં લક્ષમણ સાધ્વીએ છેડી અપ્રતિષ્ઠાથી બચવા માટે ગુરુણુજી સાથે કપટ કરીને આટલાં વર્ષોની સાધનાને ધૂળમાં મેળવી દીધી. એ સ્પષ્ટતાથી અને સરળ હદયથી ગુરુણીજીની પાસે સાચી આલેચના કરી શક્યાં નહીં. એમના મને તે નિર્ણય કરી લીધું કે તપથી મેટાં મોટાં પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાં આ તે મારે માત્ર નાનકડે અને તેય માનસિક અપરાધ છે, તેને. દૂર થતાં કેટલી વાર લાગવાની?
તેમણે એ ન વિચાર્યું કે પવિત્ર સાધનામાં કપટનું વિષ ભળી જવાથી તે અનંત કાળ સુધી સંસારમાં જન્મ-મરણના ચકમાં અથડાશે. તેથી ગુરુણીજીએ એ અપરાધનું જે પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું હતું, તેના કરતાં તે એમણે અનેકગણી તપશ્ચર્યા કરી હતી. તેમ છતાં નિઃશલ્ય.
59
આલેચના : જીવનનું અમૃત