________________
એણે મને જતાં અટકાવી દીધી.” આમ છતાં સાધ્વીનું હૃદય અત્યંત સરળ હતું. એમણે વિચાર્યું -“ગુરુણીને પહેલાં સામાન્ય રીતે જ વાત કરીશ પછી એમનું વલણ જોઈને આચના કરીશ, નહીં તે નહીં કરું.”
- તેમણે વિનયપૂર્વક પૂછયું, “ગુરુણજી! જે કઈ સાધ્વીને કામસેવનને આવો વિચાર આવે તે તેણે શું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય?”
તેમણે એ ન કહ્યું કે મને આવા ખોટા વિચાર આવ્યા હતા! એટલું છુપાવી રાખ્યું ! પરંતુ મનેભાને ઓળખવામાં ચતુર ગુરુપુજીએ કહ્યું, “જેના મનમાં આવી દુર્ભાવના આવી હોય, તે જ આલોચના કરવાની અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની અધિકારિણી છે. તેના બદલે બીજી સાથ્વી આચના કરીને પ્રાયશ્ચિત્ત કરી શકે નહીં. જે તારા મનમાં આવા કુવિચાર આવ્યા હોય તે તું આલેચના કરીને પ્રાયશ્ચિત્ત કરી શકે છે.”
વિષરૂપ કપટ અને દંભ આલેચના જીવનનું અમૃત છે. સાધક ગુરુ કે વડીલની સમક્ષ પિતાની ભૂલની આલોચના કરીને દોષના બેજે હળવે થઈ શકે છે. જેમ દુઃખી વ્યક્તિ હમદર્દીની સામે પિતાના હૃદયના દુ:ખને વ્યક્ત કરીને એક પ્રકારની હળવાશ અનુભવે છે તે રીતે અપરાધેથી ભારે થયેલો આત્મા સાહુદય ગુરુ કે વડીલેની સામે હૃદય ખોલીને આલોચના કરે છે તે અપરાધના ભારથી ભારે બનેલા તેના હૃદયને હળવાશને અનુભવ થાય છે. આ સાથે જ પ્રાયશ્ચિત્ત દ્વારા પિતાના આત્માની શુદ્ધિ પણ થાય છે.
આગમમાં કહ્યું છે કે જે સાધક નિષ્કપટ અને સ્વચ્છ દર્પણ જેવા હદયથી આલોચના કરે છે, તેણે અલ્પ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. પરંતુ જે મનમાં કૂડ-કપટ રાખીને આલોચના કરે છે, તેણે બમણું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. બે સાધકને અપરાધ એકસરખે હેય. બંને આલોચના પણ કરતા હોય પણ જેનામાં સરળતા છે, તેને
આલોચના
વનનું અમૃત