________________
એમની દષ્ટિ કામક્રીડા કરતા ચકલીના યુગલ પર પડી. જે સાધ્વીએ તરત પિતાની નજર હટાવી લીધી હતી અને એને સારી જગ્યાએ સ્થિર કરી હોત તો સારું થાત પણ એમણે એમ ન કરતાં વધારે ઉત્સુકતાથી જોવાનું શરૂ કર્યું. મને મન મલિન વિચાર કરવાથી કામવિકારને ઉદ્ભવ થવા લાગે. મન તે આસાનીથી આકાશ-પાતાળ સુધી દોડ લગાવે છે. લક્ષ્મણ સાધ્વી મનમાં ને મનમાં વિચારવા લાગ્યાં, “જિનેશ્વર ભગવાન સ્વયં તે અવેદી (વાસનાની વેદનાથી રહિત) છે. તેઓ કામવિકારોથી જાગતી વાસનાથી રહિત હોવાથી સંવેદી (કામવાસનાથી યુક્ત) વ્યક્તિની મને વ્યથાને કેવી રીતે જાણે? કામવાસનાથી પીડિત વ્યક્તિને કેટલું કષ્ટ થાય છે તેની તેઓને ક્યાંથી જાણું હેય? એટલા માટે જ તેમણે ચરિત્રપાલનમાં બ્રહ્મચર્યને સૌથી વધારે મહત્વ આપ્યું હશે.”
થોડી વારમાં લક્ષ્મણ સાથ્વીની વિચારધારાએ ન વળાંક લીધે. એમણે વિચાર્યું “ઓહ! હું કેટલા બધા ખરાબ વિચારમાં પડી ગઈ. મેં કે અધમ વિચાર કર્યો. શું વીતરાગ પ્રભુને જ્ઞાન ન હતું ? તેઓ તે સર્વ-સર્વદશી હતા. ભલા, એમનાથી કેઈનાય મનેભાવ છુપાયેલા રહે ખરા? તે પછી કામવાસના પીડિતના મનભાવ શું તે નહીં જાણતા હોય ? જરૂર જાણતા હશે, તેમનાથી કઈ વાત અજ્ઞાત ન હતી, પણ હું આ મેહનીય કર્મના ઉદયથી અધમાધમ વિચારના ચક્કરમાં પડી ગઈ ધિક્કાર છે મને !”
આમ પશ્ચાત્તાપ કરતાં લક્ષમણું સાધ્વીએ વિચાર્યું, પ્રભુએ કામથી બચવા માટે મનમાં તેનું ચિંતન કરવાની પણ ના પાડી છે, અબ્રહ્મચર્ય સેવનને નિષેધ કર્યો છે તે ગ્ય જ છે. હવે તે હું મારા આ કુવિચારને માટે અપરાધ મારાં ગુરુજીની સમક્ષ જઈને યથાર્થરૂપમાં પ્રગટ કરીને, આલેચના કરીને, પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ અને દેષમુક્ત થઈ જાઉં તે જ મારા મન ઉપર ચડેલે પાપને બેજ હળવો થઈ શકશે.”
54
- ઓજસ દીઠાં આત્મબળનાં