________________
તે મેહની તીવ્રતાને લીધે વ્યક્તિ પિતાનાં પાપે બદલ કેવળ પશ્ચાત્તાપ કરે છે તેટલાથી જ પાપ નથી ધોવાતાં. આ માટે આંતરનિરીક્ષણ કરીને ગુરુની સમક્ષ પોતાનાં પાપ પ્રગટ કરવાં પડે છે. જો અચકાય તે ક્યારેક ગુરુ કે મુખ્ય વ્યક્તિ તેને પ્રેરીને કે પ્રોત્સાહન આપીને તેને બદલે સ્વયં સમાજની સમક્ષ તેની ઉપસ્થિતિમાં તેના દેનું યથાર્થ ચિત્રણ કરીને, ઉપવાસાદિના રૂપમાં પ્રાયશ્ચિત્ત આપે છે, જેને તેણે સ્વીકાર કરવાનું હોય છે. | આલોચનાને ગ્ય પ્રાયશ્ચિત્ત તે ત્યાં હોય છે, જ્યાં દેષ કે ભૂલ થઈ જવાથી વ્યક્તિ ગુરુ કે મુખ્ય વ્યક્તિની સમક્ષ યથાર્થરૂપમાં પિતાના દોષને પ્રગટ કરીને એકરાર કરે છે.
- વાસ્તવમાં આવી આલોચના (ગુરુ કે વડીલની સામે અપરાધનું પ્રકટીકરણ) કરવી ખૂબ મુશ્કેલ બાબત હોય છે. વ્યક્તિ લજજા, સ્વાર્થ, અભિમાન, પ્રપંચ, મેહ વગેરેથી પ્રેરાઈને કેટલીય વખત પોતાના દોષોને વ્યક્ત કરી શકતું નથી. ક્યારેક અર્ધા દોષોને કહે છે, તે કયારેક અધિકાંશ દેષ કહેવા છતાં છુપાવે છે.
લક્ષ્મણ સાથીની કથા - આ અંગે જૈન ઇતિહાસની એક જાણીતી કથા જોઈએ. આજથી
વીસીઓ (૪૦ કાળચક) પહેલાંની આ વાત છે. લક્ષ્મણ નામનાં એક ઉત્કૃષ્ટ સંયમપાલન કરનારાં સાધ્વી થઈ ગયાં. તે સાધ્વીવર્ગમાં ખૂબ જાણીતાં હતાં. માનવી ગમે તેટલી ઉત્કટ સાધના કરે. પણ તેની સાથે બુદ્ધિની જાગૃતિ રાખવી જોઈએ. આમ ન થાય તે સાધનાનું અભિમાન વધી જાય છે, પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ તેમાં ભૂલ તે જેમની તેમ જ રહી જાય છે. અને તે વિશે આલેચના વગેરે દ્વારા પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવામાં ન આવે તે જન્મજન્મ સુધી ભૂલની પરંપરા વધતી જાય છે. આવું જ લક્ષમણ સાધ્વીના જીવનમાં બન્યું.
એક વાર જે ઉપાશ્રયમાં તેઓ ચાતુર્માસ વ્યતીત કરતાં હતાં તેની બહાર ધ્યાનસ્થ થઈને સૂર્યને તાપ લઈ રહ્યાં હતાં. અચાનક
53 આલોચના જીવનનું અમૃત