________________
આ રીતે કેટલાક દેશે એવા હોય છે જેમને ગુરુ સામે પ્રગટ કરીને, આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવાથી, કેટલાક સ્વયં પ્રતિકમણના રૂપમાં પ્રાયશ્ચિત્ત લેવાથી, કેટલાક બંનેથી, કેટલાક વિવેકથી, કેટલાક કેટલીક વસ્તુઓ અને વિકૃતિઓને છોડવાથી અથવા ભૂલ સુધારી લેવાથી, કેટલાક તપથી તે કેટલાક છેદથી (સાધુ માટે દીક્ષા પર્યાય ઓછો કરે ને ગૃહસ્થ માટે સમાજમાં તેમની પ્રતિષ્ઠા ઓછી કરવાથી), કેટલાક મૂળથી (નવી દીક્ષા આપવાથી, ગૃહસ્થ માટે ઉક્ત સંસ્થામાંથી તેમને બહિષ્કાર કરવાથી કેટલાક અનઅવસ્થાપ્યથી એટલે કે કેટલાંક વર્ષો સુધી સાધુ અવસ્થામાં પરીક્ષણ હેઠળ રાખીને સુધરવાની તક આપીને કરવામાં આવે છે. આ રીતે ગૃહસ્થ માટે પણ તેમને તે પ્રદેશ સિવાય અન્યત્ર અન્ય વ્યવસાયમાં રાખીને સુધરવાની તક આપવામાં આવે છે. કેટલાક પારંપરિક નામક પ્રાયશ્ચિત્તથી (એટલે કે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરીને, સમાજની બહાર રહીને વિતાવવાના રૂપે, ગૃહસ્થો માટે કાળા પાણીની સજાના રૂપમાં આજીવન કારાવાસના રૂપે) શુદ્ધ થાય છે.
આ માટે પ્રાયશ્ચિત્તના દસ ભેદ પાડવામાં આવે છે. હવે આપણે કમશઃ તેને વિચાર કરીએ.
આલોચનાની શુદ્ધિ આલોચનાહ પ્રાયશ્ચિત્તમાં વ્યક્તિ પિતાની જાત સમક્ષ અથવા તે ગુરુ, સમાજ કે અગ્રણી વ્યક્તિની સામે પિતાના દોષોની આલો. ચના કરવાથી શુદ્ધ બની જાય છે. તેનાં ત્રણ અંગ હોય છે. (૧) પશ્ચાત્તાપ (નિન્દના) (૨) આલેચના (સ્વયં અન્તનિરીક્ષણ કરવું) અને (૩) ગહણ એટલે કે ગુરુ અથવા સમાજ કે મુખ્ય વ્યક્તિની સમક્ષ પિતાના અપરાધે પ્રગટ કરીને એકરાર કરે. કયારેક મેહવશ થઈને વ્યક્તિ કેઈ અપરાધ કરી બેસે છે. પરંતુ પાછળથી તેને તે ભૂલ કે અપરાધ ડખવા લાગે છે તે સમયે તે પશ્ચાત્તાપ કરે છે, એટલાથી તેનાં પાપ હલકાં થઈ જાય છે, અથવા દોષમુક્તિ થાય છે. કયારેક
52, ઓજસ દીઠાં આત્મબળનાં