________________
"अप्पा चेव दमेयव्वो, अप्पाहु खलु दुदम्मो । अप्पा द तो सुही होइ, अस्सि लोए परत्थ य॥”
माऽहौं परेहिं दम्म तो बंधणेहिं हिं वहेय । “આત્માનું દમન(પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા સ્વયં) કરવું જોઈએ. જો કે આત્માનું દમન બહુ મુશ્કેલ છે. એમાં ખૂબ પ્રયાસ કરે પડે છે, પરંતુ આત્માનું દમન કરવાથી મનુષ્ય આ લોક અને પરલોકમાં સુખી થાય છે.” મારું અન્ય દ્વારા બંધન અથવા મારપીટ વગેરે અથવા બીજી સજા દ્વારા દમન કરવામાં આવે નહીં એમ મનુષ્ય વિચારે છે, પરંતુ જ્યારે તે પોતાના દુષ્ટ આત્માનું દમન કરી શકતો નથી, ત્યારે તેનું અન્ય દ્વારા દમન કરવામાં આવે છે.
પ્રાયશ્ચિત્તના દસ પ્રકારે દોષનું વત્તા-ઓછાપણું, અપરાધીની પરિણામ-ધારા અને શુદ્ધિ કરવા માટેની તીવ્રતા-મંદતા પ્રમાણે પ્રાયશ્ચિત્તના ઘણા પ્રકાર થઈ શકે. સ્થાનાંગ સૂત્રમાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યાં છેઃ
"दसविहे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे,
तवारिहे, छेदारिहे, मूलारिहे, अणवठ्ठप्पारिहे, पारंचियारिहे ।” “પ્રાયશ્ચિત્ત ૧૦ પ્રકારના બતાવવામાં આવ્યાં છે. (૧) આલેચનાહ (૨) પ્રતિક્રમણીં (૩) તદુભયાહ (આલોચના અને પ્રતિક્રમણ બંનેને
ગ) (૪) વિવેકાહ (૫) વ્યુત્સર્ગાઈ (૬) તપસ્યાહી (૭) દાહ (૮) મૂલાહ (૯) અનવસ્થાપ્યાહ (૧૦) પારંચિકાહ.”
કેટલીક વસ્તુઓની શુદ્ધિ માત્ર પાણીથી જ થઈ જાય છે. કેટલીક વસ્તુઓ સાબુ-સોડાથી સાફ થાય છે. કેટલીક માટી અથવા રાખ ઘસવાથી સાફ થાય છે અને કેટલીક વસ્તુઓ આમલી વગેરેની ખટાશથી સાફ થાય છે. કેટલાક પદાર્થો એવા પણ હોય છે કે જેમની શુદ્ધિ અગ્નિથી થાય છે. કેટલાંક સ્થળોની સફાઈ ઝાડુ મારવાથી જ થઈ જાય છે.
51 આલોચના :-જીવનનું અમૃત