________________
બીજી જ ક્ષણે એમણે વિચાર્યું કે, “આ રીતે જે સ્પષ્ટ અને યથાર્થરૂપે ગુરુણીજીની સામે હું મારા કલુચિત વિચારોને પ્રગટ કરી દઈશ તે તેઓ મનમાં શું સમજશે? વિચારશે કે ઉચ્ચકુળની ઉમદા રાજકુટુંબની છેકરી થઈને મનમાં કેવા બેટા વિચાર કરે છે ! હું તેમની દષ્ટિમાં હલકી પડી જઈશ. બધાની સામે હું અપમાનિત થઈ જઈશ. આથી આલેચના કરવી મારાથી શકય બનશે નહીં.”
અપરાધીનું કલ્યાણ સાચે જ આજે સમાજમાં પણ આ જ મદશાને કારણે અપરાધી વ્યક્તિ ખુલ્લા દિલથી પોતાના અપરાધને સ્પષ્ટરૂપે પ્રગટ કરવાની હિંમત કરી શકતી નથી, કારણ કે આ રીતે પિતાના દેષ જાહેરમાં પ્રગટ કરનારને લેકે હીનદષ્ટિએ જુએ છે, તેની નિંદા અને બેઈજ્જતી કરવા લાગે છે. તેને એક માનસિક રોગી સમજીને તેની સાથે એક ચિકિત્સક જેવી હમદરી રાખવી જોઈએ. એણે અપરાધને એકરાર કર્યા પછી અને પ્રાયશ્ચિત્ત લીધા પછી સમાજમાં તેના તરફ કઈ આંગળી ચીધે નહીં અને તે બાબતમાં ઊહાપોહ ન કરે, અથવા ખેતરી ખોતરીને પાછલી વાતેની ચર્ચા ન કરે તે સમાજમાં આજે પ્રચલિત અનિષ્ટોમાંથી નેવું ટકા અનિષ્ટ દૂર થઈ શકે. સત્ય કહેવાની હિંમત થઈ શકે, ખચકાટ મટી શકે.
ડૉકટરની સાથે જેમ રોગી મોકળે મને રોગ વિશે કહે છે. ત્યારે ડોકટર તેને વઢતો કે મારતો નથી, ઠપકે પણ આપતા નથી, બબ્બે આશ્વાસન આપીને ચિકિત્સા કરીને તેને સ્વસ્થ કરે છે, એ જ રીતે સાધુ વર્ગ અથવા ગૃહસ્થવર્ગમાં આચાર્ય અથવા મુખ્ય વ્યક્તિ આવા અપરાધરૂપી રેગથી ગ્રસ્ત વ્યક્તિની વાત સાંભળીને તેને આશ્વાસન આપે અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાની પ્રેરણા કરે તે શુદ્ધિનું વાતાવરણ સાહજિકતાથી રચી શકાય. આ જ કારણ છે કે શાસ્ત્રમાં જ્યાં આલેચના કરીને શુદ્ધ થવાનું કહ્યું છે ત્યાં આલેચના
55
આલોચના : જીવનનું અમૃત