________________
મે
આલાચના : જીવનનું અમૃત [આભ્યન્તર તપ]
માખણમાંથી કચરા અને મેલ જુદા પાડવા માટે વાસણને અગ્નિ પર રાખીને તપાવવામાં આવે છે. એ તપાવવામાં આવેલાં વાસણની ગરમી જ્યારે માખણને લાગે છે ત્યારે તે પીગળવા માંડે છે. આ રીતે ચૈતન્યગુણસમ્પન્ન આત્મામાંથી કમ અને રાગદ્વેષ વગેરે મેલ અને કચરા જુદો પાડીને આત્મખળને પ્રગટ કરવા માટે શરીરરૂપી વાસણને અનશન વગેરે માહ્યતપની ગરમીથી તપાવવામાં આવે છે. પરંતુ આ આંચ પ્રખળ ન હેાય તે આત્મખળરૂપી ઘી પ્રાપ્ત નથી થતું કે નથી કર્માના મેલ અલગ થતા. આ આંચને પ્રખર– પ્રખળ કરવા માટે આભ્યન્તર તપરૂપી હવાની જરૂર છે. તે જ અંદર અને મહારથી મેલ નીકળશે. અને આત્મબળરૂપી શુદ્ધ ઘી પ્રાપ્ત થશે.
લેાટાને માંજનાર એને માત્ર ફક્ત ઉપર– ઉપરથી જ ઘસતા રહે અને ફક્ત બહારના
45
આલાચના : જીવનનું અમૃત