________________
અને ઈન્દ્રિયાને તેના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવાને બદલે પ્રયત્નપૂર્વક તત્કાળ સમત્વ યુગ સારી પ્રવૃત્તિમાં જવામાં આવે છે. ઉદય નહીં પામેલા કષાયને રોકવા અને ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવવા જોઈએ. મન, વચન અને કાયાના અશુભયેગેને નિરોધ કરીને શુભગને ઉદય કરે જોઈએ. આથી જ આને તપ કહેવામાં આવ્યું છે. આને અર્થ એ છે કે શરીરના અંગે પાંગે, મન, વાણી અને ઇન્દ્રિયને પિતાના વિષયમાં ઓછામાં ઓછાં પ્રવૃત્ત થવા દેવાં, એ જ સંકેચ છે ને, એ જ પ્રતિસલીનતા છે. આ વિષયમાં કાચબાની અંગ-ગેપન (અંગને અંદર ખેંચીને સંકોચી લેવા)ની ઉપમા આપવામાં આવે છે. આ તપને પ્રભાવ આખાય શરીર, ઈન્દ્રિ અને મન પર પડે છે.
આ રીતે છ પ્રકારનાં બાહા તપ જીવનના સુંદર ઘડતરને માટે અત્યંત ઉત્તમ છે. એની આરાધના કરવાથી સ્વ-પર-શુદ્ધિ અને કર્મોની નિર્જરા થાય છે. સ્થાન : જૈનભવન, બીકાનેર. 8 ઓગસ્ટ, ૧૯૪૮.
:
44
ઓજસ દીઠાં આત્મબળનાં