________________
અથવા તે એને સંભાળપૂર્વક ઉપયોગ કરવામાં પણ ઉણાદરી તપ જ છે. અલબત્ત, આ કાપ કે આવી મર્યાદા સમજી વિચારીને, વિવેકપૂર્વક કરવી જોઈએ.
આ તપથી શરીર અને ઇન્દ્રિય પર પ્રત્યક્ષ પ્રભાવ પડે છે. દેહ અને ઇન્દ્રિયની આદતે લાલચ, સુખ-સુવિધાઓમાં લપેટાવાની ઈરછા અને સાંસારિક વસ્તુઓને અત્યધિક ઉપયોગ કરવાની વૃત્તિ દૂર થાય છે. સ્વૈચ્છિક ઈચ્છાનિધિ કે સંયમ આવી જાય છે. આને જ વર્તમાનયુગની ભાષામાં “સ્વેચ્છાએ ગરીબી ધારણ કરવી કહી શકાય.
મહાત્મા ગાંધીજીએ ઓરિસ્સામાં શરીરે માત્ર એક ફાટેલી, મેલી–ઘેલી સાડી લપેટેલી વૃદ્ધાને જોઈ હતી.
મહાત્માજીએ તેને પૂછ્યું, “માતા ! સાડીને કેમ છેતી નથી?
એ ડોશીએ દુઃખી સ્વરે કહ્યું, “આને કેવી રીતે જોવું? મારી પાસે પહેરવાને એક જ સાડી છે, ને તેય વળી ફાટેલી છે!”
ડોશીને ઉત્તર સાંભળીને ગાંધીજી વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું – આ ભૂખ્યા – નગ્ન ભારત દેશમાં આપણને મોજ શોખ કરવાનો, અધિક વસ્ત્ર પહેરવાને અને ઉત્તમ સ્વાદિષ્ટ ભજન કરવાનો અધિકાર નથી. જે મારે દરિદ્રનારાયણની સેવા કરવી હોય તે મારે સ્વેચ્છાએ જ દરિદ્રતાનું વ્રત લઈને તેમનાં દુઃખોમાં હમદર્દી બનવું
દિવસથી જ ગાંધીજીએ માત્ર એક પિતડી પહેરવાનું નક્કી કર્યું અને આખી જિંદગી એ જ પહેરી. લંડનની ગોળમેજી પરિષદમાં વાઈસરૉયને મળવા ગયા તે પણ પિતડી પહેરીને જ સાદા ભારતીય પોષાકમાં તેઓ વાઈસરોયને મળ્યા.
મિત્ર ! આ છે ઉદરી તપનું રહસ્ય! ગાંધીજીની જેમ આજે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને સંપન્ન લેકે ઉદરી તપ કરે તે સમાજમાં ફેલાયેલી વિષમતા અને અવ્યવસ્થા દૂર થઈ જાય અને
34 ઓજસ દીઠાં આત્મબળનાં