________________
ભારતીય સંસ્કૃતિને પુનરુદ્ધાર થાય. પરંતુ આ “ફેશનીનું ભૂત અને પિઝિશન’નું ભૂત બંને મનુષ્યની પાછળ એવાં પડ્યાં છે કે બસ, સાદગી, સાદો ખોરાક, સાદો પિશાક અથવા કરકસરને અપનાવવી તેને લેકે ગાંડપણુ કે ગામડિયાપણામાં ખપાવે છે.
કેટલાક લેકે અગિયારસનું વ્રત કરે છે. ભગવાનના ભજનના હેતુથી ફલાહાર, અલ્પાહાર અથવા સાદા સાત્વિક ખેરાક પર રહે છે. પણ તે દિવસે પકવાન અને છપ્પનભેગનું સેવન કરીને મનુષ્ય ભગવદ્ભજનને બદલે ભજન-ભજનમાં જ મશગૂલ રહે છે. તે અગિયારસ તે બારસની દાદી બની જાય છે.
વૃત્તિ સંક્ષેપનો સંયમ ભેજન વગેરેની રોજિંદી વસ્તુઓની સંખ્યા નક્કી કરીને નિયમબદ્ધ થવું તે વૃત્તિક્ષેપ અથવા વૃત્તિ પરિસંખ્યાન કહેવાય છે. વૃત્તિને અર્થ છે ખાવાપીવા વગેરેની રેજિંદા જીવનમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ અને “સંક્ષેપરને અર્થ છે ઘટાડવું, ઓછું કરવું અથવા તે માપસર કરવું–અર્થાત્ પ્રાતઃકાળે નિદ્રાને ત્યાગ કરવાની સાથે જ રોજના કામમાં આવનારી ખાવાપીવા અને પહેરવાની વસ્તુઓની સંખ્યા નક્કી કરવી કે આજે હું અમુક પદાર્થ સિવાય અથવા તે આટલા પદાર્થ સિવાય બીજા પદાર્થોના ખાવા-પીવા અને પહેરવા વગેરેને ત્યાગ કરું છું અથવા તે પાંચ છ અથવા દશ સિવાય વધુ વાનગી ખાવાને ત્યાગ કરું છું.
મનુષ્યની પાસે ખાવા-પીવાની અનેક ચીજે છે. દુનિયાભરની બધી ચીજોને ઉપભગ તે કરી પણ શકતા નથી. તે જે તે પિતાની ઈચ્છાથી દ્રવ્ય ઓછાં કરે અથવા રેજિંદા વપરાશની વસ્તુઓની સંખ્યા નિશ્ચિત કરે તે તે પદાર્થોથી થનારા આરંભ(હિંસા)થી બચી જાય. ઓછી વસ્તુઓથી જીવન ચલાવવાને અભ્યાસ થતાં ભલે ગમે તેટલી કપરી પરિસ્થિતિ હોય તો પણ તે આનંદથી રહી શકે છે પિતાનું જીવન પણ સંયમી અને નિયમબદ્ધ બનાવી શકે છે.
_35. -- . - બાહ્ય તપના પ્રકાર