________________
કર્યો છે –“કુત્સિત કુટી” એટલે જેમાં અનેક ધૃણા જનક વસ્તુઓ પડી છે એવી કુટી, પેટ છે અને તેને અંડ એટલે કે મૂળ (અગ્રભાગ) છે મુખ. એટલે કુક્કદી-અંડ પ્રમાણને અર્થ થા–પિતાના મુખમાં કશીય તકલીફ વિના આસાનીથી પ્રવેશી શકે તેટલું પ્રમાણ, એટલી માત્રાના પિંડને એક ગ્રાસ(કેળિયો) કહેવાય છે. આને અર્થ એ છે કે સાધુ-સાધ્વી એમના દર્શાવેલા કોળિયાની સંખ્યામાં ઘટાડો કરે તે ઉદરી તપને લાભ મળે છે. સાધુ-સાધ્વીઓ માટે જે ગ્રાસ-પરિમાણ (કેળિયાનું પ્રમાણ) બતાવ્યું છે તે જ ગૃહસ્થ નર-નારી માટે પણ ક્રમશઃ સમજી લેવું જોઈએ.
એ અનુભવસિદ્ધ હકીકત છે કે ઉપવાસ કરીને મનુષ્ય સરળતાથી સ્વાદિષ્ટ-અસ્વાદિષ્ટ બધા જ પ્રકારને આહાર ત્યજી શકે છે, પરંતુ ભેજન સમયે સ્વાદિષ્ટ વાનગી સામે આવે ત્યારે વધુ ખાવાને લેભા તો એ ભલભલાને માટે કપરું કામ હોય છે. સ્વાદિષ્ટ વાનગી જોતાં જ મુખમાં પાછું આવવા માંડશે અને બધું જ ઝાપટી જવાનું મન થશે. આવે વખતે પેટને ભાડું ચૂકવવાની વાત કે ભૂલી જાય છે, પરંતુ ઉણાદરીને દઢ સંકલ્પ (પ્રત્યાખ્યાન) કરનાર વ્યક્તિ વધુ ખાવાની લાલચમાં નહીં સંપડાય અને અલ્પાહાર કરીને જ તે ઊઠી જશે. ઉદરી તપથી પેટ હલકું રહેતાં ચિંતન પણ સ્વસ્થ અને સુંદર થાય છે.
ઉદરી તપનું એક બીજું પાસું પણ છે અને તે પણ જેનધર્મની પ્રાચીન પરંપરા સાથે જોડાયેલું છે. આ છે આહારની માફક કપડાં તથા જીવન જરૂરિયાતનાં જબરોજનાં સાધનેની આવશ્યક્તામાં પણ ઘટાડે કરો. આ ઘટાડે કરવાથી વ્યક્તિ પર એક પ્રકારને સ્વૈચ્છિક અંકુશ આવશે. જેમ કે કેઈને વર્ષમાં ચાર જોડી કપડાંની જરૂર હોય છે. જે તે બરાબર કાળજીથી કપડાંને ઉપયોગ કરે તે ત્રણ જોડીથી જ નહીં પણ બે જોડી કપડાંથી પણ ચલાવી શકે એ રીતે અન્ય સુખ-સાધને ઓછાં કરવાં કે તેના ઉપગમાં કાપ મૂક
33 ઓ.-૩
બાહ્ય તપના પ્રકાર