________________
ધનુર્વિદ્યાને અભ્યાસ કરવા લાગ્યો. ઘેડા જ દિવસમાં એ આ વિદ્યામાં પારંગત બની ગયા.
એક વખત ગુરુ દ્રોણાચાર્ય અજુન આદિ શિષ્યને લઈને જંગલમાંથી પસાર થતા હતા. એમની સાથે એક કૂતરે પણ હતે. આ કૂતરાએ એકલવ્યને જે અને એને અપરિચિત માનીને ભસવા લાગ્યા. એકલવ્ય એવી કુશળતાથી બાણ માર્યા કે કૂતરાનું મુખ બાણથી બંધ થઈ ગયું અને એનું ભસવાનું અટકી ગયું, જોકે કૂતરાને આનાથી કેઈ હાનિ થઈ નહીં.
ગુરુ દ્રોણાચાર્ય, અર્જુન અને અન્ય સહુને આશ્ચર્ય થયું. એમણે જોયું કે આ ચતુર બાણાવળી ભીલકુમાર એકલવ્ય છે. દ્રોણાચાર્યને જોતાં જ એકલવ્ય એમને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણાચાર્ય એને પૂછયું,
“વત્સ, કેની પાસેથી તું આવી કુશળ ધનુર્વિદ્યા શીખે?”
ભીલકુમાર એકલવ્યે કહ્યું, “ગુરુદેવ! આ કલા હું બીજા કેઈની પાસેથી નહિ, બલ્ક આપની પાસેથી શીખે છું.”
આ સાંભળીને અર્જુનના મનમાં શંકા જાગી, કારણ કે ગુરુ દ્રોણાચાર્યે એને આશીર્વાદ આપ્યા હતા કે ભારતમાં તારાથી ચડિયાતે બીજે કઈ બાણાવળી નહિ હોય. દ્રોણાચાર્યે ભીલકુમાર એકલવ્યને એમ કહ્યું કે, “મેં તે તને ક્યારેય કોઈ વિદ્યા શીખવી નથી.” તે એકલવ્ય એમને ગુરુ દ્રોણાચાર્યની મૂતિ બતાવી અને પિતાની કુશળતાનું રહસ્ય પ્રગટ કર્યું.
આનો અર્થ એટલે જ કે કાત્સર્ગ માટે તીર્થકરના અભાવમાં તીર્થકરનું માનસિક કલ્પનાચિત્ર મનમાં ઉપસાવવું અથવા તે સ્થાપનાજી રાખીને એકલવ્ય જેમ ધનુર્વિદ્યાને અભ્યાસ કર્યો હતો તે રીતે કાર્યોત્સર્ગવિદ્યાને અભ્યાસ કરી શકાય.
અહીં એ વિચારવાનું છે કે આવી રીતે સ્તુતિ અથવા વંદનના નિમિતે કેટલા કાયોત્સર્ગ કરી શકાય? પ્રતિકમણમાં જે કાયોત્સર્ગ
[312, ઓજસ દીઠાં આત્મબળનાં