________________
આવે સમયે અશરણ-અનુપ્રેક્ષા આતં-રૌદ્રધ્યાનથી દૂર કરીને અશાંત માનવને ધર્મધ્યાન તરફ વાળતાં સમજાવે છે કે અરે ભાઈ! આ જગતમાં ધર્મ જ એકમાત્ર શરણદાતા છે. શુદ્ધ ધમને જ આશ્રય શા માટે લેતે નથી કે જેનાથી તને શાશ્વત શાંતિ અને સુખ મળે? આને માટે ધર્મપુ-અરિહતે સિદ્ધ અને સાધુઓનું શરણ લેવામાં આવે છે.
આ વિષયમાં મને એક વ્યાવહારિક દૃષ્ટાંત યાદ આવે છે. એક રાજકુમારે ક્યાંક એવું વાંચ્યું હતું કે માનવીએ પોતાનાથી શકય હોય તેટલા મિત્રો બનાવવા જોઈએ. બસ, પછી તે એના પર મિત્રો બનાવવાની ધૂન સવાર થઈ ગઈ. મહેલમાંથી નીકળે તે રસ્તામાં ઊજળાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે મુલાકાત થઈ ગઈ. એણે પૂછ્યું, “રાજકુમાર, કયાં જઈ રહ્યા છો ?”
રાજકુમારે કહ્યું, “કયાંય નહીં. મિત્ર બનાવવાની ઇચ્છાથી નીકળે છું.”
ઊજળાં વસ્ત્રવાળા શિષ્ટ માણસે કહ્યું, “તે મને જ બનાવી લે ને? આજથી હું તમારો મિત્ર.”
રાજકુમાર ખુશ થઈ ગયું અને એને પિતાને મિત્ર બનાવી લીધો. એથીયે વિશેષ એને મકાન, સંપત્તિ વગેરે આપ્યાં. એ મિત્ર પડછાયાની માફક એની સાથે રહેતો અને બધાં જ કામ તે બેઉ સાથે મળીને કરતા. આમ એ ચોવીસ કલાકમાં મિત્ર બની ગયે.
આ દરમિયાન એક બીજે મિત્ર પણ બને, જે વારતહેવારે રાજકુમાર પાસે આવતે અને વાતચીત કરી, ભેજન કરી ચાલ્યા જતો. આ રાજકુમાર પિતાના સ્વાથ્યને માટે બહાર ફરવા જતો. હતે. અહીં એને એ એક મિત્ર મળ્યું કે જે છ-આઠ મહિને એકાદવાર મળ અને અભિવાદન કરતે, પણ તેઓ એકબીજાને જાણતા નહોતા.
આમ, રાજકુમારે ત્રણ મિત્ર બનાવ્યા. એક દિવસ નગરમાં
ઓજસ દીઠાં આત્મબળનાં