________________
દુર્ઘટના થઈ. કેઈ વ્યક્તિએ એક વેપારીની હત્યા કરીને એની લાશ રાજકુમારના મહેલમાં મૂકી દીધી. આખુંય કાવતરું એટલું ખૂબીપૂર્વક
જવામાં આવ્યું હતું કે તપાસ થયા બાદ રાજકુમારને અપરાધી ઠરાવવામાં આવ્યું. જ્યારે રાજકુમારની ધરપકડ કરવાનું રટ નીકળ્યું ત્યારે કેટલાક લોકેએ રાજકુમારને એવી સલાહ આપી કે તમે એવી જગ્યાએ છુપાઈ જાઓ કે તમારી ભાળ ન મળે, નહિ તે તમને ફાંસી મળી જ સમજે.
રાજકુમારે વિચાર્યું, “એહ ! કે ફસાઈ ગયે? લાવ, મારા હંમેશના ગાઢ મિત્રને ત્યાં જઈને છુપાઈ જાઉં."
રાજકુમાર જેની સાથે વીસે કલાક રહેતે હતા એ મિત્રને ત્યાં મધરાતે જઈ પહોંચે. એને પૂરે ભરેસે હતું કે એને મિત્ર એને જરૂર શરણ આપશે. સમય આવ્યે પિતાને માટે પ્રાણ પાથરી દે તે એને માન હતું. પિતાના નિત્યમિત્રના ઘેર જઈને બહારથી બૂમ પાડી. કવેળાએ પિતાને મિત્ર આવેલે જોઈને તે આશ્ચર્યમાં ડૂબી ગયા. એણે ઘરની બારીમાંથી ડોકું કાઢીને પૂછયું, “કહે ભાઈ, આવે સમયે કેમ આવવું પડયું ?”
રાજકુમાર બોલ્યા, અરે, શું વાત કરું ! મટી આફતમાં ફસાઈ ગયે છું. મારા પર હત્યાનો આરોપ છે અને ધરપકડનું રંટ છે. તેથી વિચાર્યું કે લાવ, મિત્રને ત્યાં જઈ છુપાઈ જાઉં જેથી કેઈને મારી ભાળ મળે નહીં અને હું ફાંસીના ફંદામાંથી બચી જાઉં. આથી જ હું તારે ત્યાં આવ્યો છું”
નિત્યમિત્ર મૂંઝાયે અને કહેવા લાગ્યો, “અરે ભલા માણસ બીજુ તે ઠીક, પણ મારાં બાળ-બચ્ચાંને ખ્યાલ કરવો હતે. ખેર ! તું તે આફતમાં ફસાયો, પણ મને શાને ફસાવે છે? મૃત્યુદંડની સજા થઈ છે તેવા અપરાધીને ઘરમાં રાખું તે તે મારું આવી જ બને, તારી સાથે મને પણ મૃત્યુદંડની સજા મળે. જલદી અહીંથી ચાલ્યા જા. કોઈ તને અહીં જેશે તે મારું આવી બનશે.”
- 279.
ધ્યાન-સાધના