SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તે બધાં પ્રાણ બેઠાં છે અને એની સેવા કરે છે, એને ઉપદેશ સાંભળે છે. આવા સુખનું શું કારણ હશે ?” . આમ વિચારતાં માતા મરુદેવીને સ્વયંકુરણ થઈ કે આ સર્વ સુખ શરીર સાથેના એકત્વને કારણે નહીં, બલકે આત્મા સાથેના એકત્વને કારણે સાંપડ્યાં છે. શરીર તે કોઈનું હેતું નથી, પરંતુ આત્મા શાશ્વત છે અને એની સાથેના એકત્વ–આત્મૌપજ્ય-દ્વારા જ આ શક્ય બને છે. જગતનાં બધાં જ પ્રાણીઓને પિતાના સમાન જાણીને એમનાં સુખદુઃખને સમજનાર, એમને સુખ પ્રાપ્ત થાય અને દુઃખ દૂર થાય તે વ્યવહાર કરીને જ વિશ્વ સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. વિશ્વના સર્વ આત્માઓ સાથેના એકાવને કારણે જ ત્રાષભને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આ બધાં જ એમની ચિંતા સેવા કરી રહ્યાં છે. માત્ર ત્રષભના શરીર સાથેના મમત્વને લીધે હું આર્તધ્યાન, કરી રહી હતી. આ રીતે એકત્યાનુપ્રેક્ષાથી મરુદેવીને આત્મા ધર્મધ્યાનમાં અને પછી શુકલ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. એમને આત્મા ક્ષપકશ્રેણું પર આરૂઢ થઈને કેવળજ્ઞાનથી યુક્ત થયે અને આયુષ્ય ક્ષય થતાં એમને તરત મોક્ષની પ્રાપ્તિ થઈ. આ છે એકવાનુપ્રેક્ષાનું પરિણામ. ૨. અનિત્યાનુપ્રેક્ષા સંસારના તમામ પદાર્થો, ખુદ સગાંસંબંધી, ધનસંપત્તિ, ઘરબાર, કુટુંબ અને આ શરીર પણ અનિત્ય અને ક્ષણભંગુર છે. ઉત્પન્ન થનારો દરેક પદાર્થ નાશવંત છે. સાથોસાથ એ પણ સત્ય છે કે કોઈ જીવ સુખી કે દુઃખી, ધનિક કે નિર્ધન, રેગી કે નિરંગી હાય, પણ એની એક જ સ્થિતિ હંમેશાં રહેવાની નથી. પરિસ્થિતિઓ, બદલાતી હોય છે. જે શરીરને લીધે સંબંધ અને સગપણના તંતુ જોડાયેલા છે તેમજ જે ધનસંપતિ સાથે મારાપણું વળગેલું છે તે પણ નષ્ટ થવાનાં જ છે, કાયમ રહેવાનાં નથી. શરીર, ધન કે કુટુંબ આદિ 276. ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy