________________
માટે વિશ્વના તમામ આત્માઓ સાથે એકત્વની ભાવના હોવી જરૂરી છે. જગતના સમસ્ત આત્માઓ પ્રત્યે આભૌપમ્ય ભાવ-એકત્વ ભાવની અનુપ્રેક્ષા છે. જગતના બધા જ જીવે મારી માફક સુખપ્રિય છે અને એમને દુઃખ અપ્રિય છે. કેઈ દુઃખ ઇચ્છતું નથી. કોઈને પિતાની હિંસા થાય કે કેઈ એની સાથે અસત્ય આચરણ કરે તેવું ઈચ્છતું નથી. પોતાની સાથે કઈ ઝઘડે કે બેઈમાની કરે તે તેને ગમતું નથી. પોતાની ચીજવસ્તુ કેઈ ચેરી લે અથવા તે પોતાના હક્કને કઈ છીનવી લે તે ગમતું નથી. પિતાની સાથે કઈ આવે વ્યવહાર કરે તે મનુષ્ય દુઃખને અનુભવ કરે છે, પણ બીજાની સાથે વ્યવહાર કરતી વખતે મનુષ્ય પોતાની આ વાતને અર્થાત્ પોતાના આ ધર્મને ભૂલી જાય છે અને હિંસા, અસત્ય આદિ અધર્મમય વ્યવહાર કરે છે. આથી જગતના સમસ્ત આત્માઓ અને એમાંય ખાસ કરીને મનુષ્ય આત્માઓ સાથે એકત્વ સ્થાપિત કરવા માટે એકત્વાનુપ્રેક્ષા જરૂરી છે.
મરુદેવી માતાએ પોતાના જીવનમાં આવી એકવાનુપ્રેક્ષા અપનાવી હતી. જ્યારે એમના પુત્ર ઋષભદેવે દીક્ષા લીધી અને તેઓ ઘરબાર છોડીને ગામેગામ વિચરણ કરવા લાગ્યા ત્યારે પુત્રવિયોગમાં મરુદેવી માતા ચિંતિત થઈને અત્યંત રુદન કરવા લાગ્યાં. પિતાના પત્ર ભરતને એ વારંવાર 2ષભદેવના સમાચાર પૂછતાં કે તેઓ કયાં છે? આવી રીતે એ આર્તધ્યાન કરતાં હતાં. ભગવાન ઋષભદેવ વિચરણ કરતા કરતા અયોધ્યામાં પધાર્યા અને એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
તેઓ વિશાળ ધર્મસભા(સમવસરણ)માં બેસીને સહુને ધર્મોપદેશ આપતા હતા. આની જાણ થતાં જ ભરત પિતાનાં દાદી મરુદેવીને હાથી પર બેસાડીને રાષભદેવ ભગવાનનાં દર્શન કરાવવા માટે લઈ આવ્યો. હાથી સમવસરણની નજીક પહોંચ્યો ત્યારે મરુદેવી માતા સમવસરણની રચના જોઈને તેમ જ હિંસક અને અહિંસક પ્રાણીઓને શાંતિથી બેઠેલાં જઈને સ્તબ્ધ બની ગયાં. તેઓ વિચારવા લાગ્યાં, “હું તો માનતી હતી કે મારે ત્રષભ દુઃખી છે, પરંતુ એની પાસે
- 275
ધ્યાન-સાધના