________________
ધ્યાનતપમાં એક વિશિષ્ટ શક્તિ છે. એ અશુભમાં અશુભ નિમિત્તને શુભમાં પરિણત કરી આપે છે, અશુભ પરિસ્થિતિમાં પણ શુભ પરિસ્થિતિ જે આનંદ આપે છે તેમજ ખરાબ વાતાવરણમાં પણ સારા સંગનું અમૃત વરસાવે છે. આનો અર્થ એ કે ધ્યાનને પ્રબળ અભ્યાસી પરિસ્થિતિ, નિમિત્ત કે વાતાવરણની પાછળ ચાલવાને બદલે એ બધાને પોતાની પાછળ ચલાવે છે. વળી ધ્યાન પોતે જ સ્વયં એક એવી સંગતિ, વાતાવરણ કે નિમિત્ત છે કે જેમાં મનુષ્ય પોતે આત્મવિભેર બનીને બાહ્ય વાતાવરણ, પરિસ્થિતિ, સંગતિ કે નિમિત્ત તરફ નજર પણ માંડતો નથી. આથી જ કહ્યું છેઃ
"अप्रशस्तकारणानि स्युः शुभानि ध्यानयोगतः । अण्यिपि तान्येव अनर्ह ध्यानपुष्टितः ॥१॥" "अप्रशस्तनिमित्तानि शुभानि ध्यानशुद्धितः ।
तद्रूपाणि भवन्त्येव अशुभाश्रवसंश्रयात् ॥२॥" “શુભ ધ્યાનના યુગથી અપ્રશસ્ત કારણ પણ શુભ બની જાય છે, અશુભ ધ્યાનના યોગથી શુભ કારણ પણ અશુભ બને છે. ધ્યાનની શુદ્ધતાથી અપ્રશસ્ત નિમિત્ત પણ શુભ બને છે અને અશુભ આશ્રવને આશ્રય લેવાથી શુભ કારણ પણ અશુભ બને છે.”
આથી ધ્યાનની શુદ્ધતાને અભ્યાસ રેજેરોજ કરવું જોઈએ. એ જ જીવનને શુદ્ધ અને નિષ્કલંક બનાવીને મોક્ષમાં બિરાજમાન કરશે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૧૩ ઓગસ્ટ, ૧૯૪૮.
259. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય