________________
અહીં પહોંચ્યા પછી આત્મા પિતાના સ્વરૂપની મસ્તીમાં તન્મયતાપૂર્વક ડિતે ડોલતે પિતાના જ્ઞાનની સાથે એકાત્મભૂત થઈ જાય છે. શુકલધ્યાન સિદ્ધ થઈ જાય તે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન-ત્રણેયનું તાદાઓ સર્જાય છે. આથી જ કહેવાયું છેઃ
“ચાતા, વ્યાન તથા ચેતવત્ત ત્રયમ્ |
तस्य ह्यनन्यचित्तस्य सर्वदुःखक्षया भवेत् ॥”
ધ્યાતા, ધ્યાન અને ધ્યેય-ત્રણેયની એકતા પ્રાપ્ત થાય છે ત્યારે એ વિશુદ્ધ આત્મામાં અનન્ય ચિત્ત ધરાવતા સાધકનાં સઘળાં દુઃખેને ક્ષય થઈ જાય છે.”
જ્યારે સાધક સમ્યક્ પ્રકારથી ધ્યાનને અભ્યાસી થઈ જાય છે ત્યારે ચિરકાળથી સંચિત થયેલાં કર્મોને પણ તત્કાળ નષ્ટ કરે છે. આ વિષયમાં ભાષ્યકાર કહે છે :
"जह चिरसंचिअमिंधणमणलो य पवणसहिओ दुअंड हइ । तह कम्मिंधणममि खण्ण झाणाणलो डहई ॥
જે રીતે ચિરકાળથી એકઠા કરેલા ઈધનને પવનના ઝપાટા સાથે અગ્નિ થોડીક ક્ષણોમાં બાળી નાખે છે એ જ રીતે અપરિમિત કમરૂપી ઇંધનને ધ્યાન રૂપી અગ્નિ પણ ક્ષણભરમાં બાળીને ભસ્મ કરી નાખે છે.
“अहवा घणसंघाया खणेण पवणाहया विलिज्जति
झाणपवणापहया तह कम्मघणा विलिज्जति ॥”
અથવા જેવી રીતે હવાના સપાટાથી વાદળોને સમૂહ ક્ષણભરમાં વેરવિખેર થઈ જાય છે તે જ રીતે ધ્યાનરૂપી હવાથી કર્મ રૂપી વાદળ ડી જ ક્ષણમાં વિલય પામે છે.”
થાનતપની વિશેષ શક્તિ કેટલાક લોકો એમ કહે છે કે વાતાવારણ, સમાગમ કે નિમિત્ત જેવું મળે છે તેવું જ ધ્યાન થઈ જાય છે. આને અર્થ એ થયો કે મનુષ્ય નિમિત્ત, પરિસ્થિતિ કે વાતાવરણની કઠપૂતળી જેવો છે. પરંતુ
258 ઓજસ દીઠાં આત્મબળનાં