________________
શાસ્ત્રજ્ઞાનમય મૃતધર્મનું અથવા શુદ્ધ ધર્મનું પાલન એ પાલનમાં આવતાં ભય, પ્રભન, મુશ્કેલીઓ આદિ સામેની દઢતા તથા ધર્માચરણમાં પુરુષાર્થ કરવાના પ્રયત્નનું ચિંતન કરવું એ ધર્મ ધ્યાન છે. સૂત્રાર્થની આરાધના કરવી, મહાવ્રત અથવા અણુવ્રતો ધારણ કરવાં તેમજ બધ–મિક્ષ કે ગતિ-આગતિ(આવાગમન)નાં કારણે વિશે ઊંડાણથી ચિંતન કરવું એ ધર્મધ્યાન છે. પાંચેય ઈન્દ્રિયને વિષયમાંથી નિવૃત્ત કરવી અને પ્રાણીઓ પ્રત્યેના દયાભાવમાં મનને એકાગ્ર કરવું એ ધર્મધ્યાન છે અથવા તો આત્માનું સ્વરૂપ તથા આજ્ઞાદિ પદાર્થોનું સ્વરૂપ તેમજ નવ તનું સ્વરૂપ ધર્મ છે એની વિચારણામાં મનને એકાગ્ર કરવું એ ધર્મધ્યાન છે. વળી, તીર્થંકર પ્રભુ તથા સાધુઓને ગુણાનુવાદ કરનાર, એમની પ્રશંસા, સેવા અને ભક્તિ કરનાર, વિનીત, શ્રત, શલસંયમમાં અનુરક્ત આત્મા ધર્મધ્યાની છે. એનું ધર્મમાં રહેલું ધ્યાન એ ધર્મધ્યાન કહેવાય છે.
આનંદ શ્રાવક ધર્મધ્યાની હતે. એવી જ રીતે અહંનક શ્રાવક ધર્મધ્યાની હતું. દેવતાઓએ એને ચળાવવા પ્રયત્ન કર્યો તો પણ ડગ્યા વિના ધર્મ પર દઢ રહ્યો. દેવતાઓએ એના સાથીજનોને વિચલિત કરવા કેટલાય પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ ફાવ્યા નહીં. અર્ડનકે એમને પણ સમજાવીને ધર્મમાં દઢ કર્યા હતા. આખરે દેવતાઓને હાર માનીને નતમસ્તકે વિદાય લઈ ચાલ્યા જવું પડ્યું. ૪. શુકલધ્યાન
જે ધ્યાનમાં કોઈ બીજાનું આલંબન લીધા વગર કેવળ શુકલ, નિર્મળ આત્મસ્વરૂપનું જ તન્મયતાપૂર્વક ચિંતન કરવામાં આવે છે તેને શુકલધ્યાન કહેવામાં આવે છે અથવા આત્માને શુદ્ધ અને પવિત્ર કરનારું ધ્યાન તે શુકલધ્યાન. જે ધ્યાનથી આત્માના બધા જ શેક દૂર થઈ જાય તે શુકલધ્યાન છે. પૂર્વ વિષયક શ્રુતજ્ઞાનના આધારથી મનની સ્થિરતા અને ગો(મન, વચન અને કાયાના વ્યાપારો)ને નિરોધ પણ શુકલધ્યાન છે.
આ શુકલધ્યાન એટલે જીવનના સર્વોચ્ચ આનંદનું શિખર
257
ઓ.-૧૭
ધ્યાતા, ધ્યાન અને ધ્યેય