________________
કે દુરાત્મા અને તેને સઘળો આધાર રહેતું હતું. રાજાને ધર્મમાર્ગ પર દઢ રાખવાનું ખૂબ જરૂરી માનવામાં આવતું હતું. રાજાને ધર્મમાર્ગ પર રાખવાનું કામ રાજપુરોહિત કરતે. અને રાજપુરોહિત ચૂકી જાય તે શ્રમણ સાધુ કે સંન્યાસી કરતા હતા.
આજે લેકશાહીને કારણે હવે ધર્મગુરુનું કાર્ય રાજાને બદલે રાજ્યકર્તાઓને યેગ્ય માર્ગે વળવાનું છે, એમને ધર્મ પર દઢ રાખવાનું છે અને એમની શાસનનીતિ ધર્મમર્યાદાની વિમુખ બને નહિ તેનું ધ્યાન રાખવાનું છે. આને અર્થ એ નથી કે તેઓ રાજકારણમાં સક્રિય ભાગ લે છે અથવા તે રાજ-વિકથા કરે છે. આવા ધર્મકથાકાર સાધુને ઉદ્દેશ તે રાજશાસનને ટાં કાર્યોથી અથવા તે ધર્મ વિરુદ્ધ થતું અટકાવવાને છે.
રાજાશાહીના સમયમાં સાધુઓ માત્ર રાજાઓની રાજનીતિને જાણીને એમને ધર્મમાર્ગે દઢ રાખતા હતા. આની પાછળ કઈ પદ, સત્તા કે સ્વાર્થ પ્રાપ્ત કરવાને કઈ લેશમાત્ર પણ આશય નહોતે. આવી જ રીતે શાસનકર્તાઓની નીતિના જાણકાર રહીને એમને સુધારવા તથા ધર્મ પ્રત્યે અનુરાગી બનાવવાનું કામ સાધુઓનું છે. એના દ્વારા પદ, પ્રતિષ્ઠા, સત્તા કે સ્વાર્થ હાંસલ કરવાનું નથી. આને રાજનીતિમાં ભાગ લે કેમ કહી શકાય ? અથવા તે રાજનીતિમાં ધર્મપ્રવેશ માટે થતી ચર્ચાને રાજ-વિકથા કેમ કહેવાય? આને અર્થ એ છે કે જે કથા કરવાથી પિતાની અને પ્રજાની ભાવને શુદ્ધ બને, જનતાનું અને પિતાનું ચારિત્ર્ય સુરક્ષિત રહે તેમ જ તે વધુ ને વધુ ધર્મ તરફ ઢળે તેવી કથા સુકથા છે. જે કથાનું શ્રવણ કે પ્રવચન અધર્મ તરફ ગતિ કરાવતું હોય તે વિકથા છે.
દષ્ટિ-દષ્ટિને ભેદ આમ તે કોઈપણ કથામાં સચ્ચાઈ અને બુરાઈ, પ્રકાશ અને - અંધકાર એમ બંને પાસાં હોય છે. સમ્યક્ દષ્ટિ ધરાવનાર પ્રકાશને એટલે કે સચ્ચાઈને ગ્રહણ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ રાખનાર સારામાં
238 ઓજસ દીઠાં આત્મબળનાં