________________
સારી વાતમાં બુરાઈ કે અંધકાર શેધી કાઢે છે. આ વાતને સ્પષ્ટ કરતાં નંદીસૂત્રમાં કહ્યું છેઃ "एयाइ चेव समदिटिट्स्स समत्तपरिग्गाहत्तेण सम्मसुय; मिच्छादिटिट्स्स मिच्छासुय।”
જે શાસ્ત્રોને આપણે મિથ્યાશ્રત ગણીએ છીએ તે સમ્યક્દષ્ટિ ઘરાવનારને માટે સમ્યકત (સાચાં શાસ્ત્ર) છે અને એ જ શાસ્ત્ર જેને આપણે સમ્યફથત માનીએ છીએ તે મિથ્યાષ્ટિને માટે મિથ્યાશ્રત (મિથ્યાશાસ્ત્ર) છે કારણ કે બંનેની શાસ્ત્ર ગ્રહણ કરવાની દષ્ટિમાં તફાવત છે.”
કઈ ખરાબ વસ્તુના સારા ગુણને ગ્રહણ કરે છે તે બીજે સારી વસ્તુમાંથી પણ ખરાબને ગ્રહણ કરે છે. હસ્તિનાપુરની રાજસભામાં એક વિવાદ જાગ્યું કે જેવી સૃષ્ટિ હોય છે તેવી દષ્ટિ થઈ જાય છે. પરંતુ કેટલાક અનુભવીઓએ કહ્યું કે જેવી દૃષ્ટિ હોય છે તેવી જ સષ્ટિ હોય છે. બહુમતી દષ્ટિ-સૃષ્ટિવાદના સમર્થનમાં હતી. આમ છતાં શ્રીકૃષ્ણએ એને સિદ્ધ કરવા માટે પ્રજાજનેને પ્રત્યક્ષ પ્રમાણ આપવાનું નક્કી કર્યું. એક દિવસ એમણે દુર્યોધન અને યુધિષ્ઠિરને બોલાવ્યા અને બંનેને એક નેધથી આપી. પહેલાં દુર્યોધનને કહ્યું,
દુર્યોધન, આ નગરમાં જેટલા સજજન છે એ બધાનાં નામ નોંધપોથીમાં નેંધી લે.”
' આમ કહીને પછી યુધિષ્ઠરને કહ્યું, “ધર્મરાજ! આ નગરમાં જેટલા દુર્જન હોય એમનું નામ આ નેંધપોથીમાં નેંધીને લઈ આવો.”
સાંજે બંને આખું નગર ફરી વળીને કેરી નેધપોથી લઈને પાછા આવ્યા. શ્રીકૃષ્ણ બંનેની નોંધપોથી કેરી જોઈ એટલે પૂછ્યું, કેમ શું થયું? તમે તે કેઈનુંય નામ આમાં સેંધ્યું નથી.”
દુર્યોધન તરત જ બોલી ઊઠયો, “અરે લખાય કઈ રીતે ? જે કઈ વ્યક્તિને જુઓ એમનામાં કઈને કઈ દુર્ગુણ તો હોય જ.”
શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર સામે જોયું. યુધિષ્ઠિરે શાંતિથી ઉત્તર આપે, “હું આખા નગરમાં ઘૂમી વળે, પણ મને કોઈ દુર્જન જ
239 _ વિકથા અને ધર્મકથા