________________
ભાઈઓ આવતાં એમને આ વાકયને અર્થ ધર્મપષક રીતે પ્રગટ કરવાને અવસર મળી ગયું. એમણે આ વાકયનું વિવેચન કરતાં કહ્યું?
ભાઈએ, લોકે પોતાની વિકૃત બુદ્ધિને કારણે આ સંસારમાં નારીને કામિનીના રૂપમાં જ જુએ છે, પરંતુ હું કહું છું કે એ જગતજનનીના રૂપમાં સંસારની એક મહાન બાબત છે. જગતનું એ રત્ન છે અને પુણ્યની એ રાશિ છે. તીર્થકર, ચક્રવતી, ધર્મ ધુરંધર આચાર્ય, ધર્મનિષ્ઠ સાધુ-સાધ્વીઓ, ધર્માનુરક્ત શ્રાવક-શ્રાવિકાઓ અને જગતમાં જે કંઈ ધર્મપરાયણ સ્ત્રી-પુરુષ થયાં છે એ બધાં જ રત્નગર્ભા નારીની કૂખમાંથી જમ્યાં છે. આવી ધર્મનિષ્ઠ માતાઓ પાસેથી જ ધર્મપરાયણ પુત્ર-પુત્રીઓને ધર્મસંસ્કાર મળ્યા છે. આથી સંસારને કેઈ સાર હોય તે તે છે આવી પુણ્યસ્મૃતિ સ્ત્રીઓ, શીલવતી મહિલાઓ અને સંસ્કારદાયિની નારીઓ, જેમણે વસ્તુપાળ અને તેજપાળ જેવાં નરરત્ન પણ પેદા કર્યા છે અને એમનામાં પુષ્કળ ધર્મસંસ્કાર સિંચ્યા છે! “ભક્તામર સ્તોત્રમાં જૈનાચાર્ય માનતુંગસૂરિએ તીર્થકર ત્રાષભદેવની સ્તુતિ કરતાં કેવી સુંદર વાત કરી છેઃ
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् ।
नान्या सुतौं त्वदुपम जननी प्रसूता ॥ આ જગતમાં સેંકડો માતાઓ સેંકડે પુત્રને જન્મ આપે છે, પરંતુ આપના જેવા પુત્રને જન્મ આપનારી આપની જનની સિવાય બીજુ કોઈ નથી.”
સાચે જ, આ જગતમાં કઈ સારભૂત વસ્તુ હોય તે મૃગના જેવી વાત્સલ્યરસથી પરિપૂર્ણ નેત્રવાળી માતા છે.”
જુઓ, આખી વાત જ પલટાઈ ગઈપેલું ગારરસ પ્રેરતું વાય કેવું ધર્મપિષક બની ગયું. એમાં શાંત રસ અને વીર રસને સંગ થતાં એ વાકય ઉપાદેય બની ગયું. વસ્તુપાળ અને તેમાળ સમજી ગયા કે એમના ચહેરા પરના ભાવ જોઈને જ ગુરુદેવે વાકયને જુદો વળાંક આપી દીધું. આને માટે વિચક્ષણતા અને ધર્મકથા-મર્માતા જરૂરી બની રહે.
- 231 | વિકથા અને ધર્મકથા