________________
વસ્તુપાળ-તેજપાળે ગુરુમહારાજને પૂછી નાખ્યું, “ગુરુદેવ! શું આપ રસોનું પણ જ્ઞાન ધરાવે છે? એનું પણ વર્ણન કરે છે ?”
હા, કેમ નહીં? શાસ્ત્રોમાં નવ રસનું વર્ણન આવે છે અને ધર્મકથાકારને તે આ બધા રસનું જ્ઞાન હોવું જ જોઈએ. અન્યથા એ શ્રોતાઓને ધર્મ તરફ આકર્ષિત કરી શકતું નથી.”
“તે આજે આપ શૃંગાર રસ પરથી એકાએક શાંત રસ પર આવી ગયા એમ અમને લાગ્યું. તે શું આપ વીર રસ પણ જાણે છે? અમને વીર રસથી પ્રેરિત કરવાની કૃપા કરશે?”
ગુરુ મહારાજે કહ્યું, “ભલે, હું વીર રસગાન કરું છું, પરંતુ પહેલાં તમારાં શને બહાર મૂકી આવે, જેથી અહીં બેઠેલા શ્રોતાઓ વીર રસનું વર્ણન સાંભળીને એ શથી એકબીજા પર પ્રહાર ન કરે.”
વસ્તુપાળ-તેજપાળે આદેશ માથે ચડાવ્યા. મુનિરાજે વીર રસ ભર્યુ કાવ્યગાન કર્યું. એ સાંભળતાં જ શ્રોતાઓમાં જુસ્સો જાગવા લાગે. વીરતાથી બાહુ ફરકવા લાગ્યા અને હૃદયમાં અપૂર્વ ઉત્સાહને સંચાર થઈ ગયે. લડાઈને મેદાનમાં યુદ્ધ કરવા જતી વખતે ચારણ કે ભાટ વીર રસપૂર્ણ શૌર્યગાથા ગાઈને કે ગાયકે મારુ (વાઘ) વગાડીને દ્ધાઓમાં વીરતા, શૌર્ય અને ઉત્સાહને સંચાર કરે છે.
દ્ધો રણમેદાનમાં પિતાનું બલિદાન આપવા માટે થનગની ઊઠે છે એ જ રીતે ગુરુમહારાજના મુખેથી વીર રસ પૂર્ણ વાણી સાંભળીને શ્રોતાઓમાં ધર્મવીરતા, દાનશૂરતા અને શીલપાલનનું શૌર્ય પેદા થયું.
અર્થઘટન પર આધાર ધર્મકથાકારની આ જ ખૂબી છે કે એ નારીની વિકથાને પણ સુકથામાં બદલી નાખે છે. આ રીતે જે કથા ડુબાડનારી હતી તે તારનારી પણ બની શકે, અશુદ્ધ ગણાતી સ્ત્રીકથા શુદ્ધ બની જાય છે. શીલવતી, પુણ્યવાન અને ચારિત્ર્યશીલ સ્ત્રીઓના વર્ણનથી તે ચારિત્ર્યમાં દઢતા આવે છે અને શીલપાલનની અદ્ભુત પ્રેરણા સાંપડે છે. સતી સીતાનું ચરિત્ર સાંભળીને કોના હૃદયમાં શીલપાલનની
232 ઓજસ દીઠાં આત્મબળનાં