________________
હશે, પણ અમે તે અમર નથી. જો તમે ઝડપભેર કાર્ય કરી શકતા ન હો તે અમને સોંપી દે.”
બંને ભાઈઓએ પિતાની સુશીલ પત્નીઓને આ કાર્ય સંપી દીધું. બસ, પછી જોવાનું શું? બંનેએ કુશળતાથી મંદિર-નિર્માણનું કાર્ય હાથ ધર્યું. અનેક શિલ્પીઓ પાસે રાત-દિવસ કામ કરાવીને ખૂબ જ ઝડપથી માત્ર દોઢ વર્ષમાં આ કલાપૂર્ણ વિશાળ જૈનમંદિરના નિર્માણનું કાર્ય પૂરું કર્યું. આ મંદિરની શિલ્પકલા જોઈને આજે પણ લેકે આશ્ચર્યચરિત બની જાય છે.
| સંગાને સ્થાને ધર્મરસ
આવું ભગીરથ પુણ્યકાર્ય કરનારી બહેનની કથા શું સ્ત્રી-વિકથા. ગણાય? ના, કદાપિ નહિ. આ તે સ્ત્રી-સુકથા જ ગણાય કે જેમાંથી અનેક નર-નારીઓને પ્રેરણા સાંપડે છે. આવી ધર્મપરાયણ સ્ત્રીઓના. પતિ વસ્તુપાળ અને તેજપાળ એક દિવસ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. એમણે જે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો કે એમના કાનમાં શબ્દો પડ્યા :
“અરે વહુ સંસારે સા મિત્રોના ” “આ અસાર સંસારમાં જે કંઈ સારરૂપ વસ્તુ હોય તે તે મૃગનયની(નારી) છે.”
આ શબ્દો સાંભળતાં જ વસ્તુપાળ અને તેજપાળના હૃદયને આંચકો લાગ્યો. એમણે વિચાર્યું કે જે શૃંગારપષક વચને સાંભળી રહ્યા છે ! એ શું ધર્મગુરુના મુખમાંથી સર્યા છે. એમને સાંભળેલી. વાત પર વિશ્વાસ બેઠે નહીં.
બંને ભાઈઓ વ્યાખ્યાન-મંડપમાં દાખલ થયા કે ગુરુ મહારાજે એમના ચહેરા પરથી જાણી લીધું કે એમને પેલા કથનથી થેડી અરુચિ જાગી છે. હકીકતમાં ગુરુ મહારાજે આ શૃંગારરસ ભર્યું વાકય ધર્મપિષક અર્થને સમજાવવા માટે કહ્યું હતું અને તેઓ શ્રેતાઓની સમક્ષ આની છણાવટ કરવા ઈચ્છતા હતા. એકાએક અધવચ્ચે બને.
230 ઓજસ દીઠાં આત્મબળનાં