________________
સહુની આવી દશા થતી હોય છે. આ બહેને જે કંઈ ધર્મકરણ કરી હશે તે જ એની સાથે પરભવમાં ગઈ હશે. આથી તમે તમારા શરીરને ઘસી ઘસીને સ્નાન કરાવે, સુંદર બનાવે, અલંકારોથી સજાવે, પણ એ ન ભૂલશે કે એની દશા અંતે તો આવી જ થવાની છે.”
મૃતદેહ તે એક જ સ્ત્રીને હતું, પરંતુ ત્રણેય જેનારાની દષ્ટિ ભિન્ન ભિન્ન હોવાથી એમના વિચારને અનુરૂપ ત્રણ પ્રકારે વાણું પ્રગટ થઈ માનવીની જેવી દૃષ્ટિ હોય છે એવી જ એની સૃષ્ટિ બની જાય છે. એના મનના દર્પણમાં એ જે હોય છે એવું જ એ બીજાનું રૂપ જેતે હેાય છે.
આમ, સ્ત્રીનું વર્ણન વૈરાગ્ય પેદા કરવાની દૃષ્ટિથી કરવામાં આવે - અથવા તે જનસમૂહને ધર્મ તરફ વાળવાની દૃષ્ટિથી કરવામાં આવે તે એ સ્ત્રી-વિકથાને બદલે સ્ત્રી-સુકથા બની રહેશે.
આના દષ્ટાંતરૂપે એક ઐતિહાસિક ઉદાહરણ અહીં રજૂ કરું છું. જેન ઇતિહાસમાં વસ્તુપાળ-તેજપાળના નામે પ્રસિદ્ધ છે. આ બંને જૈન મંત્રીઓના જીવનની ઘટના છે. બંને ભાઈ ઓ ધર્મપરાયણ હતા અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દઢ અનુરાગી હતા. એથીયે વિશેષ બંને ભાઈઓની પત્નીઓ પણ અત્યંત ધર્મનિષ્ઠ, શીલવતી, ગુણવતી અને વિદુષી હતી. આબુ-દેલવાડાનાં જૈનમંદિરે એમની અમર કીતિગાથાના ગુણગાન કરે છે, પરંતુ આબુ-દેલવાડાનાં મંદિરોના નિર્માણમાં સૌથી અધિક ગદાન આ બંને ભાઈઓની ધર્માનુરાગી પત્નીઓનું છે. | ગુજરાતના રાજવીના મંત્રી એવા વસ્તુપાળ-તેજપાળ રાજકાર્યમાંથી પૂરતે અવકાશ મેળવી શકતા નહોતા અને તેથી મંદિરનું નિર્માણકાર્ય અધવચ્ચે અટકી ગયું હતું. એક દિવસ બંને ભાઈઓને એમની પત્નીએાએ કહ્યું,
આપે જે જિનમંદિરના નિર્માણને પ્રારંભ કર્યો છે તેને આગળ વધારવા શું આપ ઈચ્છતા નથી? જો એને પૂર્ણ કરવા ઈચ્છે છે તે તેના પ્રતિ લક્ષ કેમ આપતા નથી. તમારે તે કદાચ અમર રહેવું
229 વિકથા અને ધર્મકથા