________________
ઈહલેક-સંવેગની એને કહેવામાં આવે છે કે જેમાં આ લેકની વસ્તુઓની અસારતા દર્શાવવામાં આવે છે અને મનુષ્યજન્મનું સ્વરૂપ બતાવીને વૈરાગ્ય જગાડવામાં આવે છે.
પરલેક-સંવેગની કથા એ છે કે જેમાં દેવતાઓની પરસ્પર ઈર્ષા, વિષાદ, ભય, વિયેગ જેવી જુદાં જુદાં દુઃખથી દુખી અવસ્થા બતાવીને પરલેકનું વૃણાજનક સ્વરૂપ દર્શાવવામાં આવે છે અને એ દ્વારા વૈરાગ્ય. પેદા કરવામાં આવે છે.
રવિ-શરીર–સંગની કથામાં શરીર સ્વયં અશુચિરૂપ છે, અશુચિમાંથી પેદા થયું છે, અશુચિકારક વિષયે (પરાર્થો)થી પાલનપષણ પામ્યું છે, અશુચિથી ભરેલું છે અને અશુચિ-પરંપરાનું કારણ છે. આવી રીતે માનવશરીરનું ચિત્રણ કરીને વૈરાગ્ય જાગૃત કરી શકાય.
પર-શરીર–સંવેગની કથામાં મૃતશરીરના સ્વરૂપનું વર્ણન કરીને વૈરાગ્ય જગાડી શકાય. ૪, નિર્વેદની ઘર્મકથા - સંવેગની કથાથી જાગૃત કરેલ મુક્તિની અભિલાષા કેવી રીતે. પૂર્ણ થાય તે દર્શાવનારી કથા નિવેદની ધર્મકથા છે અથવા તે ઈહલેક અને પરલોકમાં પુણ્ય-પાપનાં શુભાશુભ પરિણામ બતાવીને સંસાર પ્રત્યે ઉદાસીનતા જન્માવનારી કથા નિવેદની ધર્મકથા છે. જે કથામાં એવું વર્ણન હોય કે સંસાર અસાર છે અને એને ત્યાગ. કરવાથી જ કલ્યાણ થાય છે તેને પણ નિવેદની કથા કહે છે.
- નિર્વેદની ધમકથાના ચાર ભેદ છે. ઈહલેક-નિર્વેદની, પરલોકનિર્વેદની, ત્રીજી નિવેદની અને એથી નિર્વેદની.
ચેરી, પરસ્ત્રીગમન જેવાં આ લેકમાં કરવામાં આવેલાં દુષ્કર્મો આ જ ભવમાં દુઃખદાયી ફળ આપનાર છે. આવી જ રીતે આ લેકમાં કરવામાં આવેલાં સુકૃત આ ભવમાં જ સુખદાયી ફળ આપનારાં છે, જેમ કે, તીર્થકરને આહાર આદિ દાન આપનારને ઘરમાં સુવર્ણ વૃષ્ટિ જેવાં સુખ સાંપડે છે. આ પ્રકારનું વર્ણન જે કથામાં હોય તે. પહેલી નિર્વેદની કથા છે. -
219 ધર્મકથાને પ્રભાવ