________________
બીજા પ્રકારની કથામાં આ લેકમાં કરવામાં આવેલાં દુષ્ટકર્મો પરલોકમાં દુઃખરૂ૫ ફળ આપનારાં બને છે તેમ દર્શાવવામાં આવે છે; જેમ કે, મહાપરિગ્રહ, મહારમ્ભ, પંચેન્દ્રિયવધ જેવાં નરોગ્ય અશુભ કર્મ કરનારા જીવને પરલક(નરક વગેરે)માં પિતાનાં દુષ્કર્મોનું ફળ ભેગવવું પડે છે. તે જ રીતે આ ભવમાં કરવામાં આવેલાં શુભ કર્મોનું પરલેકમાં સુખદાયી ફળ મળે છે જેમ કે, સુસાધુ આ લેકમાં પાળેલા નિરતિચાર ચારિત્ર્યનું પરલોકમાં સુફળ પામે છે. આ પ્રકારનું જે કથાઓમાં વર્ણન હોય એ બીજી નિવેદની કથા છે.
ગત જન્મમાં કરવામાં આવેલાં અશુભ કર્મ આ લેકમાં દુઃખદાયી બને છે. ગત જન્મમાં કરેલાં અશુભ કર્મોને પરિણામે જીવ આ લેકમાં અધમ કુળમાં જન્મીને બાળપણમાં જ કેદ્ર વગેરે રોગોથી પીડાતે અને ગરીબાઈથી ઘેરાયેલો જોઈ શકાય છે. આવી રીતે પૂર્વજન્મમાં કરવામાં આવેલાં શુભ કર્મ આ ભવમાં સફળ આપે છે. પૂર્વભવમાં શુભ કર્મ કરનારે જીવ આ જન્મમાં તીર્થકર રૂપ ધારણ કરીને સુખરૂપ ફળ પામે છે. આ પ્રકારનું વર્ણન જે કથાએમાં હોય તે ત્રીજી નિર્વેદની કથા કહેવાય છે.
પૂર્વભવમાં કરવામાં આવેલાં અશુભ કર્મ પરભવ(આગામી જન્મ)માં દુઃખરૂપ ફળ આપે છે. પૂર્વભવનાં અશુભ કર્મોને કારણે જીવ ગીધ, કાગડો આદિ અશુભ નિમાં જન્મ લે છે. એમનાં નરકયોગ્ય કેટલાંક અશુભ કર્મ બંધાયેલાં હોય છે અને અશુભ કર્મોને પુંજ એકઠો કરીને તેઓ નરકાદિનાં અધૂરાં બાંધેલાં કર્મોને પૂરેપૂરાં બાંધી દે છે. આને કારણે નરકમાં જઈને દુસ્સહ વેદના અને કષ્ટ ભેગવે છે. આવી રીતે પૂર્વભવમાં કરવામાં આવેલાં શુભ કર્મ આગામી ભવમાં સુફળ આપે છે. જેવી રીતે દેવભવમાં રહેલે તીર્થકરને જીવ પૂર્વભવમાં તીર્થકરનામકમ-પ્રકૃતિરૂપ શુભ કર્મોનાં ફળ દેવભવ પછી તીર્થકર જન્મમાં ભોગવે છે. આ પ્રકારનું વર્ણન જે કથામાં હોય તેને ચોથી નિર્વેદની કથા કહે છે.
220 ઓજસ દીઠાં આત્મબળનાં