________________
આ કથામાં એને પર-સિદ્ધાંતની ક્ષતિ બતાવવામાં આવે છે, પરંતુ જે. શ્રોતા મિથ્યા આગ્રહી હોય તે એ પરસિદ્ધાંતના દેને સમજવાને બદલે ધર્મકથાકારને પર સિદ્ધાંતને નિંદક માની બેસે છે. આથી આ કથાથી વિપરીત અસર થવાની સંભાવના છે. એને અનુકૂળ રૂપમાં શ્રોતા ગ્રહણ કરે તે જ એનું સમ્યક્ત્વ દઢ થઈ શકે છે. આથી આ કથા બીજી વાતના બહાને એવી નિપુણતાથી રજૂ કરવી જોઈએ કે જેથી શ્રોતા પર એવી છાપ ન પડે કે આ બધું નિદાદષ્ટિથી કહેવાય છે. સમ્યકત્વ-સપ્તતિ નામક ગ્રંથમાં “
ધૂખ્યાન નામનું એક પ્રકરણ છે. આમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી પિતાની આપવીતી કહે, છે. આમાં એમણે શરત એવી રાખી છે કે આ આપવીતીને શાસ્ત્રસિદ્ધ કરી બતાવવી જોઈએ. શાસ્ત્રસિદ્ધ કરી શકે નહીં તેને પાંચસે ધૂર્તોને ભેજન કરાવ્યાને દંડ કરવામાં આવશે.
આ રીતે બીજાની બ્રાંત માન્યતાને દૂર કરવા માટે (અન્યોક્તિ રૂપે) બીજાના બહાને એવી રીતનું ઉદાહરણ આપવું જોઈએ કે જેથી શોતાને ખ્યાલ આવે કે એની પર-સિદ્ધાંત તરફની શ્રદ્ધા છેટી હતી.. ૩. સંવેગની ધર્મકથા
* જે કથા દ્વારા વિપક(કર્મફળ)ની નિરસતા બતાવીને શ્રેતામાં વૈરાગ્ય જાગૃત કરી શકાય તેને સંવેગની કથા કહેવામાં આવે છે. આ કથાને ઉદ્દેશ શ્રોતાઓમાં એવી ઈચ્છા જાગૃત કરવાને છે કે અમુક મહાપુરુષે દઢતાપૂર્વક એવું ધર્માચરણ કર્યું કે જેથી એમને મુક્તિ મળી, એ જ રીતે હું પણ એવા પ્રકારનું આચરણ કરીને મુક્તિ પ્રાપ્ત કરીશ. શ્રોતાઓમાં એવું સંવેદન જાગે છે કે “એમણે આવું આચરણ કરીને અવ્યાબાધ, અચલ, અક્ષય, નિરુપદ્રવ, મોક્ષસુખ પ્રાપ્ત કર્યું છે તે એમના જેવું જ અમે આચરણ કરીશું તો અમે પણ મેક્ષસુખ પ્રાપ્ત કરી શકીશું.” સાધકના ચિત્તમાં આવું સંવેદન જગાડે તેને. સંવેગની કથા કહેવામાં આવે છે.
સંવેગની કથાના ચાર ભેદ છે-ઈહલોક-સંવેગની, પરલક-સંગની સ્વ-શરીર-સંવેગની અને પર-શરીર-સંગની.
218 ઓજસ દીઠાં આત્મબળનાં