________________
આ કથાને ઉદ્દેશ અજ્ઞાનના અંધકારને નાશ કરે તેવું જ્ઞાન મેળવવું, સર્વવિરતિ અથવા દેશવિરતિરૂપ ચારિત્ર્ય, સમ્યક્ દર્શન, -તપ અને સમિતિ-ગુપ્તિ તરફ શ્રોતાઓને આકર્ષિત કરવાનું છે. શિષ્યને સર્વ પ્રથમ આક્ષેપણું ધર્મકથા કહેવી જોઈએ. આનાથી જીવ સભ્યત્વ લાભ પામે છે. ૨. વિક્ષેપણી ધર્મકથા :
શ્રોતાને કુમાર્ગના દેવ બતાવીને અને સન્માર્ગના ગુણ કહીને એને ખોટે માર્ગેથી સન્માર્ગે લાવનારી કથા કહેવી તે વિક્ષેપણ ધર્મકથા કહેવાય છે. આને ઉદ્દેશ છે સન્માર્ગની સ્થાપના કરવી અથવા તે કોઈ બીજી વસ્તુને આશરો લઈને (અન્યક્તિ દ્વારા) એવું વર્ણન કરવું કે જેથી એ સાંભળીને શ્રોતાની રુચિ અધર્મથી અળગી થાય અને ધર્મશ્રવણ તરફ વધતી જાય. આને પણ વિક્ષેપણ ધર્મકથા કહેવામાં આવે છે. આના ચાર ભેદ છેઃ
(૧) પિતાના સિદ્ધાંતેના ગુણે પ્રગટ કરીને પરસિદ્ધાંતને દોષ બતાવવો તે પ્રથમ વિક્ષેપણ ધર્મકથા છે.
(૨) પર સિદ્ધાંતનું કથન કરતાં સ્વ-સિદ્ધાંતની સ્થાપના કરવી તે દ્વિતીય વિક્ષેપણ ધર્મકથા છે.
(૩) પર સિદ્ધાંતમાં ઘુણાક્ષરન્યાયથી જેટલી વાત સ્વસિદ્ધાંત સંદેશ હેય તેટલી કહેવી. સ્વસિદ્ધાંતથી વિપરીત જે વાદ હોય તેના દોષ બતાવવા અથવા તો આસ્તિકવાદી અભિપ્રાય બતાવીને નાસ્તિકવાદી અભિપ્રાય બતાવ તે તૃતીય વિક્ષેપણ ધર્મકથા છે.
(૪) પર સિદ્ધાંતમાં કથિત સ્વ-સિદ્ધાંત-વિપરીત મિથ્યાવાદનું પ્રતિપાદન કરી સ્વસિદ્ધાંત-સદશ વાતોનું વર્ણન કરવું અથવા નાસ્તિકવાદી દષ્ટિનું વર્ણન કરી આસ્તિકવાદી દષ્ટિનું કથન કરવું તે ચોથી વિક્ષેપણી ધમકથા છે.
પ્રથમ વિક્ષેપણકથાથી સધર્મ પ્રત્યે આકર્ષણ અને સમ્યક્ત્વલાભ થયા પછી જ શિષ્યને બીજી વિક્ષેપણ કથા કહેવી જોઈએ.
217
ધમકથાને પ્રભાવ