________________
“પિતાજી, આ અગાઉ ગુરુમહારાજ આવ્યા હતા ત્યારે આપના કહેવાથી હું ગયો હતો, પરંતુ ત્યાં મારે તે સમય જ બરબાદ થાય છે.”
“જે, બધા એકસમાન રહેતા નથી. આ ગુરુમહારાજ ઘણું જ્ઞાની
“ખેર, આપ કહો છો તે જરૂર જઈ આવીશ.”
કમલ ગુરુમહારાજ પાસે ગયે. વ્યાખ્યાન હજી શરૂ થયું નહોતું. એણે વિચાર્યું કે વ્યાખ્યાન પહેલાં જ એમનાં દર્શન કરી લઉં તે સમયની બરબાદી ઓછી થશે. આમ વિચારી કમલ મુનિરાજ પાસે પહોંચ્યો. એને જોતાં જ મુનિરાજે વિચાર્યું, “આ સાવ નવું જ પંખી આવ્યું લાગે છે.”
ગુરુએ એને પૂછ્યું, “ભાઈ, તારું નામ કમલ છે ને? યુવાને કહ્યું, “હા, મહારાજ. મારું નામ કમલ છે.”
ગુરુ વિચક્ષણ અને સમય પારખુ હતા. મનુષ્યને પારખવામાં ઘણ કુશળ હતા, તેથી એમણે વિચાર્યું કે આ વિમુખને છેડે સન્મુખ લાવ પડશે.
મુનિવરે એના શરીરના એક નિશાનને જઈને કહ્યું, “કમલ, તારે જન્મ શુકલપક્ષમાં છે ને ?” :
કમલે જિજ્ઞાસાથી કહ્યું, “હા, મહારાજ. આપ મારે હાથ જોઈ આપને ?”
ગુરુએ કહ્યું, “અત્યારે તે વ્યાખ્યાનને સમય છે. વ્યાખ્યાન પછી આવજે અને જન્મપત્રિકા સાથે લેતે આવજે.”
કમલને ગુરુમહારાજની વાતમાં ઘણો રસ પડ્યો. એ પ્રસન્નતાભેર ઘેર આવ્યા. એને ખુશ જોઈ ને શેઠને પણ લાગ્યું કે આજે પિતાના પુત્રમાં છેડી રુચિ જાગી છે ખરી. - ઘરમાં પ્રવેશતાંની સાથે જ કમલે શેઠને કહ્યું, “પિતાજી, ગુરુમહારાજ તે બહુ સારા છે. હું ભજન કરીને એમની પાસે જવાને
1. 214 ઓજસ દીઠાં આત્મબળનાં