________________
“એવું નહિ થાય બેટા, તું ત્યાં જજે. એટલેા ખ્યાલ રાખજે કે આજુબાજુ જોવાને બદલે એમની સામે જ જોજે.” પુત્રે કહ્યું, “ભલે, પિતાજી.’
યુવાન જ્યારે મુનિરાજ પાસે ગયા ત્યારે મુનિએ પૂછ્યુ’, “વત્સ ! તારું નામ શું છે ?’
“ગુરુદેવ, મારુ નામ કમલ છે.’’
ગુરુદેવે કહ્યું, “જો કમલ, તું મારી સામે નજર રાખજે, બીજે કયાંય નહિ.”
ગુરુમહારાજે ધ કથા શરૂ કરી અને પૂરી થતાં જ કમલને પૂછ્યું, “કમલ, તે શું સાંભળ્યું? અમને જ જોતા હતા ને?”
;
“હા, મહારાજ. હું ખરાખર તમને જ જોઈ રહ્યો હતા. સહેજે આડુંઅવળું જોયું નથી. મેં જોયું કે વ્યાખ્યાન શરૂ થયું ત્યારથી સમાપ્તિ સુધી તમે ૧૦૮ વખત ડોક ઊંચીનીચી કરી.”
ગુરુ ચૂપ થઈ ગયા. એમને ગવ હતા કે એમની ધર્મકથામાં આવનાર જરૂર આકર્ષિત થાય જ. પરંતુ વાત સાવ વિપરીત જોવા મળી. એમના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા.
કમલ ઘેર આવ્યે અને પેાતાના કામમાં લાગી ગયા. થોડા દિવસ ખાઇ નગરમાં ત્રીજા મુનિ આવ્યા. શેઠે એમને પણ એ જ વિનતી કરતાં કહ્યું,
“ગુરુવર, મારા એકના એક પુત્ર ધથી વિમુખ છે. ધરહિત ઘર સ્મશાન સમાન છે. આપ કોઈ એવા ઉપાય કરા કે જેથી એ ધર્માભિમુખ થાય.”
ગુરુએ કહ્યું, “અમે જરૂર પ્રયત્ન કરીશું. ધર્મો ની સમજણુ કેળવવી કે ન કેળવવી એ તે એની ઇચ્છા પર નિર્ભીર છે. તમે એને મારી પાસે મેકલજો.”
શેડ ઘેર આવ્યા અને કમલને કહ્યુ, “બેટા ! આ વખતે નવા ગુરુમહારાજ આવ્યા છે. તું એમનાં દર્શન કરવા જજે.”
213
ધર્મકથાના પ્રભાવ