________________
એકવાર નગરમાં મુનિરાજ પિતાના શિષ્યો સહિત પધાર્યા. શેઠે પુત્રને કહ્યું, “દીકરા! નગરમાં ગુરુમહારાજ પધાર્યા છે. જરા દર્શન તે કરી આવી”
શેઠને પુત્ર વિનયી અને આજ્ઞાંકિત હતું. જેનામાં વિનય હાય. છે તે ક્યારેક તે ધર્મ પ્રાપ્ત કરી શકે છે.
પિતાની અનિચ્છા હોવા છતાં પિતાની આજ્ઞા શિરોધાર્ય કરીને. દીકરો ગુરુમહારાજ પાસે ગયો. એ સમયે મુનિરાજ વ્યાખ્યાન આપતા. હતા. યુવાન શાંતિથી ત્યાં જઈને બેઠો, પણ ધર્મકથા સાંભળવામાં એનું ચિત્ત લાગતું નહોતું. એ તે દરમાંથી બહાર આવતા અને અંદર જતા એક મંકોડાને જેતે હતું અને તે કેટલી વાર અંદર જાય છે અને બહાર આવે છે તે ગણતા હતા. કથા-સમાપ્તિ બાદ. મુનિએ યુવાનને પૂછયું, “અહીં આવીને તે શું સાંભળ્યું ?”
. યુવાને કહ્યું, “મહારાજ ! મેં તે એ જોયું કે એક મકેડે. એકસોને એક વાર પિતાના દરમાં અંદર ગયે અને બહાર આવ્યો.”
આમ ધર્મગુરુ પાસે જવા છતાં એ સમય બરબાદ કરીને. પાછા આવ્યા.
સમય બાદ નગરમાં ફરી એક બીજા સાધુ આવ્યા. શેઠે એમને વિનંતી કરી, “ગુરુદેવ! મારે પુત્ર ધર્મવિમુખ છે તે એને. ધર્મના માર્ગ પર લાવવાની આપ કૃપા કરે. અગાઉ એક મુનિરાજ આવ્યા હતા, પણ એમની પાસે જઈને તો એણે માત્ર મંકોડા જ ગણ્યા હતા. એ ભણેલગણેલે છે, પણ ધર્મ તરફ એને ધૃણા છે.” | મુનિરાજે કહ્યું, “ભલે, એને મારી પાસે મોકલજે. ધર્મમાર્ગ પર લાવવાનો પ્રયાસ કરીશ. એને એટલું કહેજો કે આડુંઅવળું જોવાને બદલે મારી બાજુ જુએ.” *
શેઠે ઘેર આવીને પુત્રને કહ્યું, “બેટા, ગુરુમહારાજ આવ્યા છે. એમનાં દર્શન કરી આવ” .
અરે પિતાજી, દર્શન શું કરું? ત્યાં તે મારો સમય બરબાદ થાય છે.”
212 ઓજસ દીઠાં આત્મબળનાં