________________
સ્વરૂપ બતાવીશું તે પણ આ વ્યાપક સંદર્ભમાં જેવાં જોઈએ. આમેય ધાર્મિક વાર્તા, દષ્ટાંત, રૂપક વગેરેને આ વ્યાપક અર્થમાં સમાવેશ થઈ જાય છે. આથી ધર્મોપદેશ, ધર્મપ્રેરણા, ધર્મસંદેશ, ધર્મદષ્ટિએ કેઈ બાબતની ચર્ચા, વ્યાખ્યાન, પ્રવચન અથવા તે ભાષણ વગેરે આમાં સમાવેશ પામે છે. ધર્મની દષ્ટિએ જે કથન છે તે બધી જ ધર્મકથા કહેવાય. આને તીર્થકર ભગવાને સ્વાધ્યાયતપ કહ્યું છે. '
ધર્મકથાના ચાર પ્રકાર આત્માને શુદ્ધ ધર્મની જેમાં પ્રાપ્તિ થાય, એ સઘળી ધર્મકથા કહેવાય. આ દૃષ્ટિએ ધર્મકથાના ચાર પ્રકાર જોવા મળે છે: (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણું (૩) સંવેગની અને (૪) નિર્વેદનીં. આ કથાપ્રકારનાં લક્ષણ અને પેટભેદને વિચાર કરીએ. ૧. આક્ષેપીકથા:
જે કથાથી વીતરાગદેવ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ધર્મ (અહિંસા, સત્યાદિ. પ્રત્યે શ્રોતા આકર્ષિત થાય અને એનું એ તરફનું વલણ વધે તેને આક્ષેપીકથા કહે છે. આવી કથાને પરિણામે શ્રોતા મોહથી મુક્ત થઈને વસ્તુતત્ત્વ તરફ આકર્ષિત થાય છે.
શ્રોતાની રુચિ, પાત્રતા અને ક્ષમતાને યોગ્ય ધર્મકથા એને વીતરાગ તીર્થકરના ધર્મ તરફ આકર્ષિત કરે છે. આમાં જે ધર્મકથાકાર અણઆવડતને કારણે દ્રવ્યક્ષેત્રાદિને વિવેક ચૂકી જાય તે પાસા ઊલટા પડે છે. એક રેચક દષ્ટાંતથી આને વિચાર કરીએ.
એક શેઠ હતા. એમને પુત્ર અત્યંત ચતુર, દેખાવડે અને વ્યવહારકુશળ હતું, પરંતુ ધર્મમાં એનું ચિત્ત ચુંટયું ન હતું. ધર્મ તરફ એ ઉપેક્ષા સેવત હતે. .
ધર્મપરાયણ શેઠને યુવાન પુત્રની ધર્મવિમુખતા માટે ખૂબ દુઃખ હતું. તેઓ વિચાર કરતા કે આ મારે પુત્ર છે છતાં આવો ધર્મવિમુખ કેમ?
21.'
ધમકથાનો પ્રભાવ