________________
છું. મારી જન્મપત્રિકા કાઢી આપજે, કારણ કે મારે સાથે લઈ જવાની છે.”
ભાજન કરીને કમલ મુનિરાજ પાસે પહોંચી ગયા. ગુરુમહારાજે એક-બે વાતજન્મપત્રિકા પરથી અને એક-બે વાત હસ્તરેખા જોઈને કહી આપી. પછી કહ્યું,
અત્યારે તે અમારે જ્ઞાન-ધ્યાન કરવાનું છે. માકીનું પછી કયારેક પૂજે. પણ જો કમલ ! એક વાતનું ધ્યાન રાખજે. સવારે અહી. ધ કથા થાય છે તે જરૂર સાંભળજે.’
“જરૂર સાંભળીશ, ગુરુદેવ !'' કમલે કહ્યું.
હવે કમલ રાજ ધ્યાનથી વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. ધર્મગુરુ પ્રત્યે અનુરાગ જાગવાને લીધે એમની ધકથા મીઠી લાગવા માંડી. એક દિવસ ગુરુએ કમલને પૂછ્યું, “કમલ ! તારા હાથમાં આવી સરસ ધનરેખા આવી કયાંથી ?”’
કમલે કહ્યું, “ભાગ્યને કારણે.”
ગુરુદેવે કરી પૂછ્યું, “આ ભાગ્ય વળી કયાંથી આવ્યુ ?” કમલે કહ્યું, “ગત જન્મનાં શુભ કર્મના ફળથી.”
ગુરુ બેાલ્યા, “જો કમલ, ગત જન્મની કમાણી તુ' આ જન્મમાં વાપરી રહ્યો છે. પણ આ જન્મમાં જો તું કમાણી નહિ કરે તે પછીના જન્મમાં તને શુ' મળશે ?”
કમલના હૃદયમાં ગુરુદેવની વાત વસી ગઈ. હવે એ ધમાં રુચિ રાખવા માંડયો. ધીરે ધીરે ધર્મ પ્રત્યે જાગરૂક રહેવા લાગ્યા અને ધર્મધ્યાનમાં જ અધિક સમય લીન રહેવા માંડયો, ધર્મ ધ્યાનમાં એના પિતાથી પણ આગળ વધ્યો. પરિણામે પિતાના આનંદની સીમા ન રહી.
આમ ધકથા કરનાર મુનિરાજ નિપુણ અને સમયજ્ઞ હાય તે તે આક્ષેપણી ધર્મ કથા દ્વારા અશ્રદ્ધાળુને શ્રદ્ધાળુ તેમજ અધામિકને ધાર્મિક કરી શકે છે.
215
ધમ કથા પ્રભાવ