________________
“રઢિ વણિ મૂત્વ પામે વન નિત્રયમ્ ” જે મૂર્ખતા ઈચ્છતા હે તે ત્રણ દિવસ ગ્રામમાં રહી આવે.” જે ગામમાં વિદ્વાનેને સમાગમ ન હોય, મૌલિક વિચારોનું વાતાવરણ ન હોય અને નવીન વિચારે ઝીલનારા ન હોય, કેઈ શાસ્ત્રીય જ્ઞાનને છતા પણ જડતું ન હોય, આવા મૂર્નાના ગામમાં રહેવાથી નવું શીખવાનું તે દૂર રહ્યું, પણ પુરાણું પણ ભુલાઈ જાય છે. અનુપ્રેક્ષા : | સ્વાધ્યાયનું ચોથું સોપાન અનુપ્રેક્ષા એ તે સ્વાધ્યાયને પ્રાણ છે. શાસ્ત્ર કે ગ્રંથનું અધ્યયન કર્યું. એમાંથી જાગતી શંકાઓનું ગુરુજનને વિનયપૂર્વક પ્રશ્ન પૂછીને સમાધાન મેળવ્યું. એનું વારંવાર દોહન કરીને એ જ્ઞાનને ચિત્તમાં સ્થિર કર્યું. આવા જ્ઞાનની મૂડી વધારવા માટે એના પર ઊંડાણથી ધ્યેયને અનુકૂળ એવું ચિંતનમનન કરવું તેનું નામ છે અનુપ્રેક્ષા. પર્યટનામાં અજિત જ્ઞાનનું વાણી દ્વારા પુનરાવર્તન કરવામાં આવે છે, જ્યારે અનુપ્રેક્ષામાં મન દ્વારા ચિંતન-મનન કરીને જ્ઞાનનું દહન કરવામાં આવે છે.
કાયોત્સર્ગ આદિ અવસરેએ અથવા તો અસ્વાધ્યાય(અધ્યાય)ના દિવસેએ મૂળ સૂત્રની વાણીનું પુનરાવર્તન થતું ન હોય ત્યારે અનુપ્રેક્ષા દ્વારા જ્ઞાનનું સ્મરણ કે મનન-ચિંતન ચાલવું જોઈએ. આ દષ્ટિએ પર્યટના કે પરાવર્તન કરતાં અનુપ્રેક્ષાનું વિશેષ મહત્વ છે. પરાવર્તાનામાં સ્વાધ્યાય કરવામાં આવતા સૂત્રને પાઠ કંઠસ્થ બનવાથી અથવા તે પુસ્તકમાંથી વાંચીને બેલતા રહેવાને કારણે કવચિત્ મન સ્વાધ્યાયમાં કેન્દ્રિત થવાને બદલે અન્યત્ર પણ ઘૂમતું હોય, પરંતુ અનુપ્રેક્ષા તે મનની જાગૃતિની સાથે મનને લક્ષમાં રાખીને જ કેન્દ્રિત થતી હોવાથી મન અન્યત્ર ઘૂમતું નથી.
વળી સંલેખના-સંથારે, અનશન, રુણતા કે શરીરમાં ક્ષીણતા થતાં પરાવતના આદિની શક્તિ રહેતી નથી ત્યારે આ અનુપ્રેક્ષા દ્વારા જ ચિંતન-મનનથી સ્વાધ્યાય થઈ શકે છે. વાસ્તવમાં અનુપ્રેક્ષામાં એટલી પ્રબળ શક્તિ છે કે એને આધારે મનુષ્ય પોતાનાં ઘાતી
સ્વાર કલ્યાણનું સાધને સ્વાધ્યાય