________________
કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને અંતમાં મેક્ષ પ્રાપ્ત કરી શકે છે.
દાહજવરથી પીડિત નમિ રાજર્ષિના કમને ક્ષય કરીને અનુપ્રેક્ષા રૂપ સ્વાધ્યાય જ એમને પૂર્ણ સંયમની આરાધનાના પથ પર લાવે છે. અર્જુન માળીએ ભગવાન મહાવીરનું પ્રવચન સાંભળ્યું. એ પ્રવચન પર અનુપ્રેક્ષા કરવાને પરિણામે એ હત્યારાને મહાવતી મુનિ બનવાની ભાવના જાગી. પિતાના જીવનનું સાંગોપાંગ અધ્યયન કરવા માટે અનુપ્રેક્ષા–સ્વાધ્યાય ઉત્તમ સાધના છે. મારા જીવનમાં સારી બાબતે કઈ અને નરસી બાબતે કઈ? મારું જીવન આજે કેવું વ્યતીત થયું ? મારા જીવનમાંથી કામક્રોધાદિની માત્રામાં કેટલે ઘટાડો થયો? આ રીતે જીવનના જમા-ઉધારને ખ્યાલ અનુપ્રેક્ષા-સ્વાધ્યાયથી હૂબહૂ મળી રહે છે. - અનુપ્રેક્ષા એક રીતે તે જીવનને રિસર્ચ ઇ-શધ છે. જેમ કેઈ સંશોધક અનુપ્રેક્ષા દ્વારા ગંભીર અને તુલનાત્મક અધ્યયન કરીને કેઈ વિષય પર થીસિસ(મહાનિબંધ) લખે છે અને એને પીએચ. ડી. કે ડિ.લિટ.ની પદવી પ્રાપ્ત થાય છે, એ જ રીતે જીવનને મહાન શોધક અનુપ્રેક્ષા દ્વારા પોતે વાંચેલાં શાસ્ત્રો અને આગના ઉપદેશની સાથે સ્વ-જીવનની તુલના કરે છે અને પિતાના જીવનનું વિશ્લેષણાત્મક તલસ્પર્શી અધ્યયન કરે છે. આ ગંભીર અધ્યયનને પરિણામે એ ઘાતી કર્મોનાં આવરણને ભેદીને કેવળજ્ઞાનીની ડિગ્રી પ્રાપ્ત કરે છે. આથી અનુપ્રેક્ષા સ્વાધ્યાયનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. ધર્મકથા : | સ્વાધ્યાયનું પાંચમું સોપાન છે ધર્મકથા. ધર્મ(શુદ્ધ સત્ય-અહિંસા ન્યાયાદિયુક્ત ધર્મ)નું સ્વરૂપ, ધર્મ પ્રાપ્તિ ઉપાય, અધર્મ તરફની ગતિ અટકાવીને ધર્મમાં સ્થિર કરવાની વાત વગેરે જે કથામાં હોય તે કથા ધર્મકથા કહેવાય. અહીં કથાને બે અર્થ છેઃ કથા એટલે વાર્તા અને કથા એટલે કથન. વાર્તાના અર્થમાં કથા શબ્દને લઈએ તે એવી કથા કે જે માનવીને ધર્મ તરફ પ્રેરિત કરે તે ધર્મકથા કહેવાય. પરંતુ ધર્મકથા શબ્દનો અર્થ ધર્મનું કથન કરે એ વધુ ગ્યા
206 ઓજસ દીઠાં આત્મબળનાં