________________
જન્મમાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં. આમ, જ્ઞાની પાસે કઈ જિજ્ઞાસાબુદ્ધિથી પૂછવા આવે તે ગભરાઈને ઈન્કાર કરે જોઈએ નહિ અથવા તે પક્ષપાત કે મેહવશ બનીને જ્ઞાનને છુપાવવું જોઈએ નહીં. પરાવર્તન : ( સ્વાધ્યાયનું ત્રીજું સોપાન પરાવર્તન કે પર્યટન છે. આને પ્રતિપૃચ્છના પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર કે ગ્રંથનું અધ્યયન કર્યા બાદ એ વિસ્મૃત થઈ જાય નહીં તે માટે તેને વારંવાર પાઠ કરે તે પરાવર્તના છે. પ્રશ્ન અને પ્રતિ–પ્રશ્ન દ્વારા સાંપડેલા જ્ઞાનને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે એનું વારંવાર પુનરાવર્તન કરવું તે પર્યટના કહેવાય છે. સંચિત કરેલા જ્ઞાનને સ્થિર અને હૃદયંગમ કરવા માટે વિશેષ સ્પષ્ટતા કે વિસ્તૃતતાથી પૂછવું તે પ્રતિપૃરછના કહેવાય છે.
હકીકતમાં કઈ પણ શાસ્ત્ર કે ગ્રંથના જ્ઞાનને ચિત્તમાં સંચિત કરવા માટે એ નિયમ છે કે એનું વારંવાર પુનરાવર્તન કરવું. વળી, વારંવાર જ્ઞાનને સ્થિર કરવાના પ્રયત્નમાં નવા નવા અર્થોની કુરણું થશે અને એમાં નવા નવા સુવિચારેના અંકુર ફૂટશે. જે જ્ઞાનની ચર્વણુ કરવામાં આવે નહીં તે તે જ્ઞાન વ્યર્થ બની રહે છે. કયારેક તે કઈ ખાડામાં લાંબા સમયથી રહેલા પાણીની માફક જ્ઞાન રડી જાય છે. કવચિત્ એવું પણ બને છે કે એ જ્ઞાનરાશિનું એ વ્યક્તિમાં જ પૂર્ણવિરામ આવે છે. સમાજને એને કશે લાભ સાંપડતું નથી. કયારેક જ્ઞાનધન સ્મૃતિમાંથી લુપ્ત થઈ જાય છે. હજાર રૂપિયા ખોવાઈ જતાં મનુષ્ય દુઃખી થાય છે તેના કરતાં પણ વધુ દુઃખી જ્ઞાનધન લુપ્ત થતાં સાધક થાય છે. આથી પતિ જ્ઞાનનું વારંવાર પુનરાવર્તન કરવું એ સ્વાધ્યાયનું ત્રીજું અંગ છે. - વિદ્યા પણ વારંવાર અભ્યાસ કરવાથી ટકે છે. ભૌતિક વિદ્યા હોય કે આધ્યાત્મિક વિઘા હોય પણ એ વારંવાર અભ્યાસ કે ચિંતન-મનન નહીં કરનાર આળસુ કે પ્રમાદી પાસે રહેતી નથી. આવા વિદ્યાવિહીન વાતાવરણમાં રહેનાર મનુષ્યની રહીસહી બુદ્ધિ કે વિદ્યા પણ કુંઠિત થઈ જાય છે. નીતિકાર તે કહે છે :
204 ઓજસ દીઠાં આત્મબળનાં