________________
- એક વિદ્વાન આચાર્ય પાસે પાંચસે શિષ્ય હતા. આચાર્યને પિતાની વિદ્વત્તા પર પૂર્ણ વિશ્વાસ હતો. એમના શિષ્યો પણ જિજ્ઞાસા સાથે એક પછી એક આવતા અને જાગેલી શંકાનું સમાધાન મેળવીને પાછા જતા. એક વખત રાતના સમયે આચાર્યની પાસે જિજ્ઞાસાભાવથી પ્રશ્ન કરવા માટે આવેલા શિષ્યની લાંબી હાર થઈ ગઈ. એક શિષ્ય આ. શંકાનું સમાધાન મેળવીને હજી પાછો ફરે ત્યાં તે બીજે શિષ્ય આવી ગયો. આચાર્ય એક પછી એક આવતા શિષ્યની શંકાઓનું કમશઃ સમાધાન કરતા રહ્યા. પરિણામે આચાર્યને આખી રાત જાગવું પડ્યું. ગુરુના સ્વાથ્યની સંભાળ લેવી એ શિષ્યનું કર્તવ્ય હતું, પરંતુ ઉત્સાહ, ઉમંગ અને જિજ્ઞાસાથી ગુરુને પ્રશ્નો. કરતાં શિષ્યોને આને ખ્યાલ ન રહ્યો. " વિદ્વાન આચાર્યને પિતાના જ જ્ઞાન પરત્વે દ્વેષબુદ્ધિ જાગી. તેઓ વિચારવા લાગ્યા, “ઓહઆવા જ્ઞાનથી તે હેરાન પરેશાન થઈ ગયે. જિજ્ઞાસુઓ પૂરે શ્વાસ પણ લેવા દેતા નથી. આના કરતાં તે અજ્ઞાની રહેવું સારું. મારા ભાઈને જ જુઓને? એ કશું જાણતે નથી અને લેકે એને કશું પૂછીને સતાવતા નથી. મસ્તીથી ઊંઘ. છે અને આનંદથી જીવન પસાર કરે છે.”
પિતાના જ્ઞાન પર જ રોષ અને દ્વેષ થતાં આચાર્યો નિર્ણય ર્યો, હવે હું કોઈને ભણાવીશ નહિ અને કોઈના પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ.” - શંકા-કુશંકાઓના સમાધાનમાંથી છુટકારો મેળવવા માટે વિદ્વાન આચાર્યો મૌન ધારણ કરી લીધું. મૌનની આગવી મહત્તા છે, પરંતુ
સ્વાર્થબુદ્ધિથી કે કેષવશ મૌન રહેવું તે ખોટું કહેવાય. જ્ઞાન તરફના રોષને કારણે મૌન રહેલા અચાર્યનું જ્ઞાન પાપકમ-બંધનું કારણ બન્યું.
બાર દિવસ સુધી આચાયે કોઈ શિષ્યને પાઠ આપે નહીં. પરિણામે એમને જ્ઞાનાવરણીય કર્મબંધ થયો. આના કારણે પછીના
203 સ્વપર ક યાણનું સાધન = સ્વાધ્યાય