________________
અધિકારી છે.” આથી શાસ્ત્રના અધ્યયનના અધિકારમાં કાળના કાલાચારને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ૨. વિનય-આચાર
શા પ્રત્યે અત્યંત શ્રદ્ધા રાખવી તેમજ વિનય સાથે એને અભ્યાસ કરે. વળી, શાસ્ત્રનું અધ્યયન કરનાર પ્રત્યે પણ પૂર્ણ વિનય દાખવીને ભણવું તે વિનયાચાર છે. ૩. બહુમાન-આચાર
શાસ્ત્રોને બહુમાન અને આદરભાવ સાથે અભ્યાસ કરે તથા શાસ્ત્રજ્ઞ પ્રત્યે પણ બહુમાન રાખીને અધ્યયન કરવું એ બહુમાનઆચાર છે. ૪. ઉપધાન-આચાર
શાસ્ત્રના અભ્યાસ માટે જરૂરી એવું તપ કરવું અને એ તપની સાથે શાસ્ત્ર અધ્યયન કરવું તે ઉપધાન–આચાર છે. આને અર્થ જ એ કે શાસ્ત્રના અભ્યાસના આરંભથી અંત સુધી (નિયત) તપ કરતાં રહેવું જોઈએ.
એક સાધુએ “ઉત્તરાધ્યયન સૂત્રના ચતુર્થ અધ્યયનની વાચના શરૂ કરી. સાથે સાથે એ શાસ્ત્રને માટે નિશ્ચિત એવું આયંબિલ તપ પણ કરવા લાગ્યો. દુર્ભાગ્યે એના જ્ઞાનવરણીય કર્મને ઉદય થતાં એને પાડ યાદ રહેતે નહે. સાધુ શ્રદ્ધાપૂર્વક આયંબિલ તપ કરતો રહ્યો. ઘણું દિવસો વીતી ગયા પછી એક દિવસ એના ગુરુએ કહ્યું,
આ શાસ્ત્રના અધ્યયન માટે નિયત તપ તે તે પૂર્ણ કર્યું, પણ હજી તને એનું જ્ઞાન લાધ્યું નથી. આને અર્થ એ કે તારા જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાને લીધે મહેનત કરવા છતાં પણ તને શાસ્ત્રજ્ઞાન સાંપડતું નથી. આથી તું. બીજા કેઈ ગ્રંથનું અધ્યયન શરૂ કર.”,
શિષ્ય વિનમ્રતાથી પૂછ્યું, “ગુરુદેવ, જે હું આનું અધ્યયન કરવા ઇચ્છું તે મારે કયાં સુધી તપ કરવું પડે ?”
193 ઓ.-૧૩
સ્વાધ્યાયનું પ્રથમ પાન
શાન લાવી છે
.
.
'
' '