________________
આચરણ હેય તે એ જ્ઞાનને અતિચાર થઈ જશે. એક ગાથામાં આ આઠ આચારેને નિર્દેશ કરવામાં આવ્યો છે.
"काले विणए बहुमाणे उवहाणे तह अनिम्हवणे ।
વ•r-મરથમ કવિ નાગ-યોr !” “કાલાચાર, વિનયાચાર, બહુમાનાચાર, ઉપધાનાચાર, અનિદ્ભવ, વ્યંજનચાર, અર્થાચાર, તદુભયાચાર–એ આઠ જ્ઞાનપ્રાપ્તિના આચાર છે. - જ્ઞાનપ્રાપ્તિ અથવા તે સંપાદિત જ્ઞાનની સુરક્ષા માટે દર્શાવવામાં આવેલા આઠ આચારનું ક્રમશઃ વિવેચન કરીએ. ૧. કાલ–આચાર
પ્રત્યેક કાર્ય એના સમયે જ યોગ્ય લાગે છે. કળાએ ખાવું કે અયોગ્ય જગ્યાએ ગાવું જેમ યોગ્ય નથી તે જ રીતે અયોગ્ય સમયે શાસ્ત્રીય અધ્યયન કે શાસ્ત્રાર્થ તે કરે યોગ્ય નથી. શાસ્ત્રમાં કાલિક અને વૈકાલિક આદિ ભેદથી કયું શાસ્ત્ર ક્યા સમયે વાંચવું જોઈએ એને કાળ નક્કી કરવામાં આવ્યો છે. કેટલાંક શાસ્ત્ર એવાં છે કે જેને પ્રાતઃ કાળે સૂર્યોદયથી બે ઘડી સુધી, બપરની બે ઘડી સુધી તથા સંધ્યાકાળની બે ઘડી સુધી ભણવામાં આવતાં નથી. એ શાના અભ્યાસને માટે આ સમય તે અકાળ છે. દશવૈકાલિક જેવાં કેટલાંય આગમ એવાં છે કે જેમના અધ્યયન માટે કેઈ નિશ્ચિત કાળની આવશ્યકતા હોતી નથી. એને વિકાળમાં પણ અભ્યાસ થઈ શકે. આથી જે શાસ્ત્રના સ્વાધ્યાય માટે જે કાળ દર્શાવવામાં આવ્યો હોય તે કાળે તેને અભ્યાસ કરે તે કાલાચાર કહેવાય છે.
આ ઉપરાંત વ્યવહારસૂત્રમાં કેટલા વર્ષના દીક્ષિત સાધુ ક્યા શાસ્ત્રને ભણવાના અધિકારી છે એમ પણ સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. બે વર્ષને દીક્ષા પર્યાય ધરાવનાર સાધુ “આચારાંગ સૂત્રોના અધ્યયનને અધિકારી છે. નવદીક્ષિત સાધુ “દશવૈકાલિક” અને “ઉત્તરાધ્યયન સૂત્રને અધિકારી છે. આઠ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવનાર ચાર છેદ સૂત્રોને, દશ વર્ષને દીક્ષા પર્યાય ધરાવનાર “ભગવતી સૂત્રને તેમજ વીસ વર્ષને દિક્ષા પર્યાય ધરાવનારા સાધુ સર્વ શાસ્ત્રના અધ્યયનને
| 192 ઓજસ દીઠાં આત્મબળનાં