________________
પછી શું કહેવું પડે? શ્રાવક-શ્રાવિકાઓએ પંડિતજીની સેવા કરવામાં કશી ઊણપ ન રાખી. પંડિતજીની નિર્ધનતા દૂર થઈ અને પ્રસન્નતાથી તેઓ કાશી પાછા ફર્યા. '
ધર્મની બાબતમાં જ નહીં, પરંતુ વ્યાવહારિક અને સાંસારિક વિદ્યા પણ વિનય વિના આવતી નથી. વળી, વ્યવસ્થિત અધ્યયન કરવા માટે અધ્યાપક તરફ સન્માન દાખવવું જોઈએ. આથી સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પંડિત પાસેથી અધ્યયન કરતી વખતે એમને આદર કરે જોઈએ. સાધુ મર્યાદાને કારણે એમની સાથે વંદન-વ્યવહાર ભલે ન કરે, પંરતુ ઊંચા આસને અથવા તે અવિનયભરી રીતે બેસીને અધ્યયન કરવું જોઈએ નહીં
નમ્રતા હદયની ચીજ છે. એ શબ્દોમાં પ્રગટ ન થાય તે પણ હૃદયમાં તે હેવી જ જોઈએ. નમ્રતા હોય તે જ વાચના કે વિદ્યાની પ્રાપ્તિ સાર્થક થાય છે અને અધ્યયન તેજસ્વી બને છે.
શાસ્ત્રીય વાચના લેતી વખતે વિનયની સાથે તપને સાગ થવો જોઈએ. શાસ્ત્રજ્ઞાન માટે કરાતા તપને સાધુઓ માટે તપ અને ગૃહસ્થ માટે “ઉપધાન કહેવાય છે. આમ તે પ્રત્યેક વિદ્યાથીને અધ્યયન કરતી વખતે ઘણું તપસ્યા કરવી પડે છે, કારણ કે “સુવર્થનઃ લુતો વિદ્યા, વિદ્યાર્થિનઃ તાઃ મુવમ્' એટલે કે સુખાથીને વિદ્યા કઈ રીતે પ્રાપ્ત થાય? અને વિદ્યાભિલાષીને સુખ કયાંથી પ્રાપ્ત થાય? આથી શાસ્ત્રીય અધ્યયનની સાથેસાથ તપસ્યાની આવશ્યકતા દર્શાવવામાં આવે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. તપશ્ચર્યા પૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરવાથી શાસ્ત્રીય જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા, એને સંચય અને એની વૃદ્ધિ કરવાની સતત ઉત્કંઠા રહે છે. સખત પરિશ્રમથી મેળવેલી વસ્તુને પ્રત્યેક વ્યક્તિ સાવધાનીપૂર્વક જાળવી રાખે છે.
આઠ આચાર શાસ્ત્રીય જ્ઞાનના અધ્યયનને માટે જ્ઞાનના આઠ આચાર દર્શાવવામાં આવ્યા છે. એને અનુકૂળ આચરણ હોવું જોઈએ. એનાથી વિપરીત
- - 11 સ્વાધ્યાયનું પ્રથમ સોપાન