________________
ગુરુએ કહ્યું, “જ્યાં સુધી આનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી.”
શિષ્ય પૈર્યપૂર્વક આયંબિલ તપ કરવા લાગે અને એ જ શાસ્ત્રનું અધ્યયન કરતો રહ્યો. સમય જતાં એક દિવસ એના જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ પૂરી થઈ ગઈ. એ સાધુને એક જ દિવસમાં બાર વર્ષ સુધી અધ્યયન કરવાના ફળસ્વરૂપ જેટલું જ્ઞાન સાંપડે એટલું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આ છે ઉપધાન-આચારનું જ્વલંત દષ્ટાંત. પ. અનિહનવ-આચાર
કેઈ શાસ્ત્રમાંથી જ્ઞાન સાંપડયું હોય, કેઈ વાચનાદાતાએ આપ્યું હોય અથવા તે કઈ ગ્રંથ યા ગ્રંથકર્તા પાસેથી જ્ઞાન સાંપડયું હોય તે તે શાસ્ત્ર, વાચનાદાતા, ગ્રંથ કે ગ્રંથકર્તાનું નામ છુપાવવું નહિ. “આ મેં કયાંય વાંચ્યું નથી. કેઈ ગ્રંથ કે શાસ્ત્ર પાસેથી જાણ્યું નથી. આ તે મારું મૌલિક ચિંતન છે.” આમ બેટું બેલને દંભ કરવો અથવા તે અન્ય ગ્રંથકર્તાનું સર્જન પોતાને નામે ચડાવી દેવું તે નિદ્ભવતા છે. આ અનિલવ–આચારને અતિચાર છે. કેટલાક લેકે કઈ રોગ્ય વિદ્વાન ગુરુ પાસે અભ્યાસ કરે છે. એ પછી વિશેષ અભ્યાસ કરીને વિકાસ સાધ્યા બાદ કઈ એમને એમના ગુરુનું નામ પૂછે તો વાસ્તવિક ગુરુના નામને બદલે કોઈ પ્રસિદ્ધ વિદ્વાનનું નામ આપે છે. આ પણ એક પ્રકારની કુટિલતા છે. આ અનિદ્ભવ–આચારને અપરાધ છે.
એક વાળંદે કઈ ગુરુની સેવા કરીને એવી વિદ્યા હાંસલ કરી કે જેથી વાળ કાપવાના ઓજારની પેટી કશાય આધાર વગર આકાશમાં ઊંચે રાખી શકતા હતા. આકાશી પેટી જેઈને સામાન્ય માનવીએ પર વાળંદના ચમત્કારને ઘણો પ્રભાવ પડતું હતું. આ ગામમાં વિરાગી સાધુઓની જમાત આવી. આકાશી પેટી જેઈને એક સાધુનું મન લલચાયું. એણે વાળંદને વિદ્યા શીખવવા વિનંતી કરી. વાળ વૈરાગી સાધુને આ વિદ્યા શીખવી. પછી તે આ વૈરાગી સાધુ પિતાને ત્રિદંડ આકાશમાં કશાય આધાર વગર ઊભું રાખવા લાગ્યા.
કેમાં વૈરાગી સાધુની ઘણી પ્રતિષ્ઠા થઈ. વૈરાગી સાધુ પિતાની નામના ફેલાવવા માટે દેશ-પરદેશ ઘૂમવા લાગ્યો. એક દિવસ કોઈ
194 ઓજસ દીઠાં આત્મબળનાં