________________
થયું કે કેરી લેવા માટે એણે એની વિદ્યા અજમાવવી જ પડશે, નહિ તે કેરી મળશે નહીં.
ચાંડાલની પાસે અવસ્થાપિની અને અવનામિની નામની બે વિદ્યાઓ હતી. પિતાની એક વિદ્યા અજમાવીને ચાંડાલે બધા જ પહેરેગીરોને નિદ્રાધીન કરી દીધા. ચાંડાલ બગીચામાં પ્રવે. બીજી વિદ્યા અજમાવીને એણે આંબાના ઝાડને નીચે ઝુકાવી દીધું અને કેરી તેડી લીધી. ચાંડાલ પિતાના ઘેર પાછો આવ્યા અને પત્નીને કેરી ખવડાવીને એને દેહદ પૂરો કર્યો.
બીજી બાજુ સવારે વાટિકાના માળીએ જોયું તો આંબાના વૃક્ષ પરથી કઈ કેરી ચોરી ગયું હતું. એણે રાજાને જાણ કરી. રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો કે આટલે કડક ચોકીપહેરો હોવા છતાં કેણ કેરી ચોરી ગયું હશે? શ્રેણિક રાજાએ પોતાના ચતુર મંત્રી અભયકુમારને કેરીની ચોરી કરનારને પકડી લાવવા કહ્યું.
ચતુર અને બુદ્ધિશાળી મંત્રી અભયકુમાર એક ચમત્કારિક મનાતી દેવીના સ્થાને ભરાતા મેળામાં ગયા. દેવીના મંદિરમાં જઈને અભયકુમાર બહાર આવ્યા અને એમણે ઘોષણા કરી,
નાગરિકસાંભળે! દેવી કહે છે કે કેરીને ચાર આ મેળામાં જ છે. મેળામાં આવેલા લેકમાં જ એ ચાર મેજૂદ છે.”
આ સાંભળીને લેકે સ્તબ્ધ બની ગયા. આ સમયે ચાંડાલના મનમાં થયું કે ખરેખર આ ચમત્કારિક દેવીએ મારું નામ પણ કહ્યું હશે. હવે આવી બન્યું.
ફરી બીજી વખત અભયકુમાર દેવીના મંદિરમાં ગયા અને થોડી વારે બહાર આવીને બોલ્યા,
ભાઈઓ! કેરીને ચોર અહીં જ છે. દેવીને મેં એનું નામ પડ્યું તે દેવી કહે તારે નામથી શું કામ છે ? તને એ ઓળખાય એવું નિશાન આપું છું. જેની દાઢીમાં ઘાસનું તણખલું હોય એ જ ચાર છે.”
178
ઓજસ દીઠાં આત્મબળનાં